• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • At The Age Of 9, He Woke Up At 4 In The Morning With 6 Hours Of Regular Swimming Practice, Became A State Champion, A National Goal.

આજે ‘બાળ દિન’:વડોદરાનો ચિરાગ નેગી 9 વર્ષની ઉંમરે સવારે 4 વાગે ઊઠી 6 કલાકની નિયમિત સ્વિમિંગ પ્રેક્ટિસ કરે છે; સ્ટેટ ચેમ્પિયન બન્યો, નેશનલનું ધ્યેય

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચિરાગ નેગી - ફાઇલ તસવીર - Divya Bhaskar
ચિરાગ નેગી - ફાઇલ તસવીર
  • બેંગ્લોર ખાતે નેશનલ સબજુનિયર ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું

વડોદરાના ચિરાગ નેગીની ઉંમર માત્ર 9 વર્ષ છે. સમાની સ્કૂલના ધો.4માં ભણતો ચિરાગ આ વર્ષે ઓગસ્ટમાં અમદાવાદમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ની સબજુનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતનો વિજેતા બન્યો હતો. ચિરાગના આ દેખાવને લીધે તેને બેંગ્લોર ખાતે આયોજિત નેશનલ સબજુનિયર ચેમ્પિયનશિપમાં રમવાની તક મળી. તે ફાઇનલિસ્ટ તરીકે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. હાલમાં તે સમા ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે SAGના ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ કોચ ક્રિશ્ના પંડ્યા અને વિવેક સિંઘના માર્ગદર્શનમાં ટ્રેનિંગ લઇ રહ્યો છે.

આ સિવાયની અન્ય સ્પર્ધામાં તે 3 ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે. તેણે કહ્યું કે, ‘મારું સપનું એક દિવસ ભારત માટે સ્વિમિંગ કરવાનું છે. એ માટે મહેનત કરી રહ્યો છું.’ તેના કોચ ક્રિશ્ના પંડ્યાએ જણાવ્યું કે, ‘તેની વય હજી ઓછી છે પણ તેના વયને જોતાં સારો તૈરાક બનાવવા અમે આકરી ટ્રેનિંગ આપી રહ્યા છીએ. સ્વિમિંગની વિવિધ સ્કીલ્સ શીખવાની તેની ધગશ અને પ્રેક્ટિસ માટેનો ઉત્સાહ પ્રસંશનીય છે.

કારણ કે સ્વિમિંગની આ સ્તરની ટ્રેનિંગમાં તેની વયના ઘણા છોકરા અધવચ્ચેથી ટ્રેનિંગ છોડી દે છે.’ ચિરાગ આગામી મહિને આયોજિત ગુજરાત ખેલમહાકુંભમાં અને આગામી વર્ષે મેમાં યોજાનાર જુનિયર એક્વાટિક સ્ટેટ-નેશનલ લેવાલ ચેમ્પિયનશિપ જીતવાના ધ્યેય સાથે પ્રેક્ટિસ કરે છે.

પુત્રને દેશ માટે રમતો જોવો છે: પિતા
ચિરાગ નેગીના પિતા યશપાલસિંઘ નજીકની ખાનગી સ્કૂલમાં કામ કરે છે. તેઓ કહે છે કે, ‘સ્વિમિંગ માટેનો ઉત્સાહ અને સતત શીખવાની ધગશને કારણે પ્રેક્ટિસ માટે તે સવારે 4 વાગ્યે તો ઊઠી જાય છે. સવારે 3 કલાક અને સાંજે 3 કલાક તે નિયમિતપણે પ્રેક્ટિસ કરે છે. મારે તેને દેશ માટે રમતો જોવો છે.’

અન્ય સમાચારો પણ છે...