તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:60 વર્ષે સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ પદે મહિલા નિમાયાં

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • BBAની 26 બેઠકો જનરલ બેઠકમાં ફેરવાઇ
  • હવે ડો.ઇનામદાર BCAમાં યુનિ.ના પ્રતિનિધિ

એમએસ યુનિવર્સિટીમાં સંશોધનને પ્રોત્સાહન આપવાના હેતુથી પીએચડી કરતા 100 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે. આ ઉપરાંત બીબીએની 26 બેઠકોને જનરલ કેટેગરીમાં ફેરવવામાં આવી છે. જ્યારે યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનનાં પ્રમુખ પદે ડો. રિના ભાટિયાની નિમણૂક થઇ છે. 60 વર્ષ બાદ મહિલાની આ પદે નિમણૂક થઇ છે. યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં કેટલાક મહત્ત્વની દરખાસ્તો મૂકવામાં આવી હતી.

મ.સ. યુનિ.માં સાયન્સમાં મહિને રૂ.10000, સોશિયલ સાયન્સિસ અને હ્યૂમેનિટિઝમાં રૂ.8000 સ્કોલરશિપ દર મહિને અપાય છે. કોઇપણ વિભાગમાં 10 ટકા સીટો વધારવાની સત્તા સિન્ડિકેટ દ્વારા વાઇસ ચાન્સેલરને આપી છે. બીબીએની 26 અેનઆરઆઇ બેઠકોને જનરલમાં કન્વર્ટ કરાઇ હતી.

સિન્ડિકેટની બેઠકમાં બરોડા ક્રિકેટ એસોસિયેશન (બીસીએ)માં યુનિ.ના પ્રતિનિધિ તરીકે ડો. જિગર ઇનામદારને મૂકવાની દરખાસ્ત થઇ હતી. 1960માં ઇન્દિરા ભાનોત સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ બન્યા બાદ 60 વર્ષે આ પદેે ડો. રિના ભાટિયાને મૂકાયા છે. આ ઉપરાંત ઓફિસ ઓફ કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર તરીકે નંદિની કાનન અને ડે. ડાયરેક્ટર તરીકે જિતેન્દ્ર વાઘવાની તથા ડો. સતીષ બોડલા તથા મેડિકલ ઓફિસર તરીકે સોનલ મિશ્રાના નામની દરખાસ્ત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો