તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
15 ફેબ્રુઆરીના રોજ જિલ્લા-તાલુકા પંચાયતનાં ફોર્મની ચૂંટણી અધિકારીઓ દ્વારા ચકાસણી ચાલી હતી. જેમાં સયાજીપુરા બેઠક પર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ સામ-સામે વાંધા ઉઠાવ્યા હતા. શૌચાલય ન હોવા અને જાતિનો બોગસ દાખલો હોવા અંગે કોંગ્રેસ અને ભાજપમાં દોડધામ થઈ ગઈ હતી. આખરે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું.
રાજકીય સૂત્રો મુજબ સયાજીપુરા બેઠક અનુસૂચિત જનજાતિની બેઠક છે. જે બેઠક પર ભાજપ તરફથી મથુર રાઠોડિયા અને કોંગ્રેસ તરફથી સતીષ વસાવાએ ફોર્મ ભર્યું છે. સોમવારે ચૂંટણી અધિકારી નિલોફર શેખ દ્વારા ફોર્મ ચકાસણી શરૂ થઈ હતી. જેમાં પ્રથમ ભાજપે કોંગ્રેસના ઉમેદવાર સતીષ વસાવા સામે વાંધો લીધો હતો કે, તેઓ શહેરમાં રહે છે અને તેમના ઘરે શૌચાલય નથી. રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસના ઉમેદવાર સામે વાંધો ઊઠતાં જ દોડધામ થઈ ગઈ હતી. કોંગી નેતાઓ પાસે વકીલોની એક પણ પેનલ ન હતી.જનક મકવાણાએ ભાજપના ઉમેદવાર મથુર રાઠોડિયા ઓબીસીમાં આવે છે અને તેમણે અનુસૂચિત જનજાતિની બેઠક પરથી ફોર્મ ભર્યું હોવાથી તેમનો જાતિનો દાખલો ખોટો હોવાનો વાંધો લીધો હતો. આ વાંધા સામે જિલ્લા ભાજપના પ્રમુખથી માંડી સમગ્ર ટીમ દોડતી થઈ ગઈ હતી. આખરે ભાજપે કોંગ્રેસ સાથે સંપર્ક સાધી સમાધાન કરતાં વાંધા પાછા લેવાયા હતા.
જિલ્લા પંચાયતની 7 સીટ પર 16, તાલુકા પંચાયતમાં 47 ફોર્મ રદ
વડોદરા તાલુકા પંચાયતમાં કુલ 111 ફોર્મ ભરાયાં હતાં, જેમાંથી 47 ફોર્મ અમાન્ય થયાં હતાં અને 64 ફોર્મ માન્ય ઠેરવાયાં હતાં. જેમાંથી બીજેપીનાં 28, કોંગ્રેસનાં 27, આપનાં 5 અને અન્ય 2 ઉમેદવારોનાં ફોર્મ માન્ય થયાં હતાં. વડોદરા જિલ્લા પંચાયતની 7 સીટમાં 16 ફોર્મ અમાન્ય અને 20 ફોર્મ માન્ય ઠેરવવામાં આવ્યાં હતાં.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.