તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:સયાજી હોસ્પિટલમાં સર્વન્ટે દર્દીની મંગેતરની છેડતી કરતાં હોબાળો

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સર્વન્ટના સાગરીતોની ગાર્ડ સાથે પણ માથાકૂટ
  • છેડતી જેવા ગંભીર બનાવમાં સમાધાન થતાં રાવપુરા પોલીસની કામગીરી સામે શંકાની સોય

સયાજી હોસ્પિટલના સર્જીકલ વોર્ડમા આવેલા ઓર્થો વિભાગમાં દર્દી સાથે રોકાયેલી તેની ફિયાન્સીની સર્વન્ટે છેડતી કરતા હોબાળો થયો હતો. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. જોકે આવા ગંભીર ગુનામાં સમાધાન થતા રાવપુરા પોલીસની કામગીરી સામે શંકાની સોય ચીંધાઈ છે.આ કિસ્સામાં છેડતી બાદ ભાગી છૂટેલા સર્વન્ટ મતિયાઓએ આવીને સિકયુરીટી ગાર્ડ સાથે માથાકૂટ કરી હતી છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ ન હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે મોડીરાતે સયાજી હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં આવેલા ઓર્થો વિભાગમાં દાખલ દર્દીની મંગેતર તેની સાથે રોકાઇ હતી. દરમિયાન ત્યાં હાજર પિયુષ રાણા નામના સર્વન્ટે દર્દીની મંગેતરને બિભત્સ ઈશારા કરી સિટીઓ મારી તેની છેડતી કરી હતી. યુવતીએ આ અંગે ડોક્ટરને ફરિયાદ કરતા ડોક્ટરે સિક્યુરિટી ગાર્ડને બોલાવ્યા હતા. જોકે સિક્યુરિટી ગાર્ડ આવે તે પહેલાં જ સર્વન્ટ પિયુષ રાણા સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. ઘટનાની જાણ રાવપુરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી.

બીજી તરફ પિયુષ રાણાનું ઉપરાણું લઈ હોસ્પિટલમાં નાગરવાડા ખાતે રહેતા તેના મળતીયાઓ આવી પહોંચ્યા હતા. તેઓએ સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી બે સિક્યુરિટીના કર્મચારીને સાથે માથાકૂટ કરી હતી. ઘટનાના પગલે હોસ્પિટલમાં સંકુલમાં ભારે નાસભાગ મચી હતી. બનાવને પગલે રાવપુરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. જોકે પોલીસે હોબાળો મચાવનાર ચાર યુવાનો પૈકી ત્રણ સામે પીધેલાનો ગુનો નોંધી સંતોષ માન્યો હતો. બીજી તરફ છેડતી કરવાના ગુનામાં પણ સમાધાન થતા રાવપુરા પોલીસની આરોપીની સામે કાર્યવાહી કરવાની આળસ જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે સયાજી હોસ્પિટલમાં બહારના તત્વોએ આવી સિક્યુરિટીના કર્મચારીઓને લાફા ઝીકયા હોવાની પણ ચર્ચા છે. તેવામાં દર્દીના મહિલા સ્વજનોની મશ્કરી કરતા તત્વોને જેર કરવાની જરૂર છે. પરંતુ સમાધાન કરી મામલાની પતાવટ થતા રાવપુરા પોલીસની કઈ ન કરવાની નીતિ સામે સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...