તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કંપનીમાં દોડધામ:હાલોલમાં કેમિકલ બનાવતી ન્યુફામ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ, 5 કિમી દૂર સુધી ધડાકાના અવાજ સંભળાયા, 3 કામદારોને ગંભીર ઈજા

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ન્યુફામ કંપનીમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી ગઇ. - Divya Bhaskar
ન્યુફામ કંપનીમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી ગઇ.
  • કંપનીમાં બ્લાસ્ટ થતા કંપની સંચાલકો અને કર્મચારીઓ સ્થળ પરથી ભાગી ગયા
  • ન્યુફામ કંપનીમાં બ્લાસ્ટ થતા આસપાસની કંપનીઓના છાપરા ઉડ્યા, દીવાલોમાં તિરાડો પડી

હાલોલના પ્રતાપપુરા ગામની સીમમાં આવેલી કેમિકલ બનાવતી ન્યુફામ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થતા કંપનીમાં કામ કરતા 3 કામદારોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ઇજાગ્રસ્તોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કંપનીમાં બ્લાસ્ટ થતાં 5 કિમી દૂર સુધી ધડાકાના અવાજ સંભળાયા હતા. ધડાકો એટલો પ્રચંડ હતો કે, આસપાસની કંપનીઓના છાપરા ઉડી ગયા હતા અને દીવાલોમાં તિરાડો પડી ગઈ હતી

તંત્ર પ્લાન્ટ બંધ કરવા અવઢવમાં મુકાયું
હાલોલ-પ્રતાપપુરા ગામની સીમમાં આવેલી કેમિકલ બનાવતી ન્યુફામ કંપનીમાં આજે સવારે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેને પગલે કંપનીમાં દોડધામ મચી ગઇ હતી. બ્લાસ્ટમાં કંપનીમાં કામ કરતા 3 કામદારોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ઇજાગ્રસ્તોને હાલોલની રેફરલ હોસ્પિટલમાં લઇ ગયા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કંપનીમાં બ્લાસ્ટ થતા કંપની સંચાલકો અને કર્મચારીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. જોકે ઓટોમેટિક પ્લાન્ટ હોવાથી પ્લાન્ટ હજી પણ ચાલુ છે, જેથી તંત્ર પ્લાન્ટ બંધ કરવા અવઢવમાં મુકાઈ ગયું છે.

કંપનીની આસપાસમાં રહેતા રહેવાસીઓ ઘરની બહાર દોડી આવ્યા.
કંપનીની આસપાસમાં રહેતા રહેવાસીઓ ઘરની બહાર દોડી આવ્યા.

આસપાસની કંપનીઓના છાપરા ઉડી ગયા
કંપનીમાં બ્લાસ્ટ થતાં 5 કિમી દૂર સુધી ધડાકાના અવાજ સંભળાયા હતા. ધડાકો એટલો પ્રચંડ હતો કે, આસપાસની કંપનીઓના છાપરા ઉડી ગયા હતા અને દીવાલોમાં તિરાડો પડી ગઈ હતી અને ઇજાગ્રસ્ત કામદારોના કપડા અને બુટ હવામાં ઉડ્યા હતા. બનાવને પગલે હાલોલ મામલતદાર, ફાયરબ્રિગેડ 108 અને પોલીસ સ્થળ પર પહોંચી ગયા છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આસપાસમાં રહેણાંક વિસ્તાર હોવાથી સ્થાનિકોએ કેમિકલ કંપનીઓ સામે વિરોધ કર્યો છે અને કેમિકલ કંપનીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બ્લાસ્ટની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી.
બ્લાસ્ટની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી.

ઇજાગ્રસ્ત કામદારોના નામ

  • રતન ગોહિલ
  • વિપુલ પટેલ
  • વિરલ

(તમામ રહે, આમ્રપાલી સોસાયટી, હાલોલ)

બ્લાસ્ટ થતા કાટમાળ દૂર સુધી ઉડ્યો હતો.
બ્લાસ્ટ થતા કાટમાળ દૂર સુધી ઉડ્યો હતો.

કંપની પાસે ડિસ્ટિલેશનની પ્રક્રિયાની પરવાનગી નથી
ડિસ્ટિલેશનની કામગીરી સમયે ઘટના ઘટી છે. સાડા ચાર ટનના રીએક્ટરમાંથી કન્ડેન્સર છૂટું પડતાં બ્લાસ્ટ થયો છે. કંપની પાસે સોડિયમ નાઈટ્રેટ બનાવાની પરવાનગી છે. પણ ડિસ્ટિલેશનની પ્રક્રિયાની નથી. > એમ આઈ કાપડિયા, ગુ.પોલ્યુ.બોર્ડ, ગોધરા.

FSLના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે
ઘટનામાં ત્રણ કામદારોને ઈજાઓ પહોંચી હતી. પ્રતાપપુરાના માજી સરપંચ જયદીપભાઈ સોલંકીની જાણવા જોગ ફરિયાદ લીધી છે. FSL સહિત એજન્સીઓના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. > એ.કે ડાભી, પીઆઇ, હાલોલ.

ઇજાગ્રસ્ત કામદારોના કપડા અને બુટ હવામાં ફંગોળાયા હતા. ઘટનામાં ઇજા પામેલ રતન ગોહિલ, વિરલ રોહિત અને પિયુષ પટેલ હાલોલ આમ્રપાલી સોસાયટીમાં રહેતા હોવાનું બહાર આવ્યું છે. આસપાસમાં રહેણાંક વિસ્તાર હોવાથી સ્થાનિકોએ કેમિકલ કંપની સામે વિરોધ કરી કાર્યવાહીની માંગ કરી છે.
ઇજાગ્રસ્ત કામદારોના કપડા અને બુટ હવામાં ફંગોળાયા હતા. ઘટનામાં ઇજા પામેલ રતન ગોહિલ, વિરલ રોહિત અને પિયુષ પટેલ હાલોલ આમ્રપાલી સોસાયટીમાં રહેતા હોવાનું બહાર આવ્યું છે. આસપાસમાં રહેણાંક વિસ્તાર હોવાથી સ્થાનિકોએ કેમિકલ કંપની સામે વિરોધ કરી કાર્યવાહીની માંગ કરી છે.

ઓટોમેટિક પ્લાન્ટ બ્લાસ્ટની ઘટના બાદ પણ ચાલતો રહ્યો
હાલોલ-પ્રતાપપુરા ગામની સીમમાં આવેલી કેમિકલ બનાવતી આ કંપનીમાં બ્લાસ્ટ થતા સંચાલકો અને કર્મચારીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. જોકે ઓટોમેટિક પ્લાન્ટ હોવાથી પ્લાન્ટ કલાકો સુધી ચાલુ રહ્યો હતો. જ્યાં તંત્ર પ્લાન્ટ બંધ કરવામાં અવઢવમાં મુકાઈ ગયું હતું.

આ એક્સપ્લોઝિવમાં પણ વપરાય છે
સોડિયમ નાઇટ્રેટનો મુખ્ય ઉપયોગ ફૂડ પ્રિઝર્વેશન માટે કરવામાં આવે છે. જેમાં વિવિધ વિદેશી ફૂડનો મુખ્ય સમાવેશ છે. આ ઉપરાંત એક્સપ્લોઝિવ્સમાં પણ સોડિયમ નાઇટ્રેટ ઉપયોગમાં લેવામાં આવે છે. મુખ્યત્વે પ્રિઝર્વેટિવ તરિકે ઉપયોગમાં આવતું કેમિકલ વિદેશોમાં વધુ વપરાય છે.

મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચ્યા
કંપનીમાં બ્લાસ્ટ થતાંની સાથે જ તેનો પ્રચંડ અવાજ 5 કિમિ દૂર સુધી સંભળાયો હતો. આ ઉપરાંત આસપાસની કંપનીઓના છાપરા ઉડી ગયા હતા. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો કંપની પાસે પણ દોડી આવ્યા હતાં. જ્યારે તંત્ર પણ આ સ્થળે દોડી આવ્યુ હતું અને કાર્યવાહી હાથ ધરી હતી.