આપદા:8-9મીએ ઓછા દબાણથી પાણી અપાશે, 6 લાખ લોકો હેરાન થશે

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજ પુરવઠો બંધ રહેવાનો હોવાથી દોડકાનું પંપિંગ બંધ રહેશે

નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટની કામગીરી કરવા તારીખ 8 અને 10ના રોજ વીજ કંપની દ્વારા નંદેસરી સબડિવિઝનના 11 કેવી ફીડરો પરથી વીજ પુરવઠો બંધ રાખશે. જેને કારણે વડોદરામાં 2 દિવસ પાણીનો કકળાટ સર્જાશે. ઉત્તર અને દક્ષિણ ઝોન વિસ્તારની 10 ટાંકી અને 3 બુસ્ટર વિસ્તારમાં ઓછા દબાણથી પાણી અપાશે, જેથી 6 લાખ લોકોને મુશ્કેલી પડશે.

મહીના દોડકા ફ્રેન્ચ કૂવા ખાતેથી પાણી મેળવતી નોર્થ હરણી ટાંકી, સમા, કારેલીબાગ, આજવા રોડ, નાલંદા, ગાજરાવાડી, સયાજીબાગ, જેલ, માંજલપુર અને લાલબાગ ટાંકી તેમજ એરપોર્ટ બુસ્ટર, વારસિયા, ખોડિયાર નગર બુસ્ટર પરથી સાંજનું પાણી 8 અને 10મીના રોજ લો પ્રેશરથી ઓછું મળશે. પંપો બંધ રહેતાં 1 દિવસમાં 2 કરોડ લિટર પાણીની ઘટ પડશે.

દોડકામાંથી પસાર થતી 66 કેવી રાણિયા-પોઇચા અને નંદેસરી-પોઇચા લાઈનમાં સ્ટ્રિંગ વર્કની કામગીરી કરવાની હોવાથી ઉક્ત લાઇનને ક્રોસ કરતી 11 કેવીની લાઈન પર શટડાઉન લેવાશે. જેથી 2 દિવસ સુધી વીએમસી 2 અને 3ના ફીડરથી વીજ પુરવઠો બંધ રહેશે. જેની અસર દોડકા કૂવાના પંપિંગ પર પડશે.

અન્ય સમાચારો પણ છે...