તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

10 વર્ષે એ જ સમયે ઘટના:બપોરે 12.35 વાગે પડછાયાએ 30 સેકન્ડ સાથ છોડ્યો

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિષુવવૃત્તથી કર્કવૃત્ત સુધીના વિસ્તારોમાં સૂર્યનાં કિરણો સીધાં પડતાં પડછાયો ગાયબ થઇ ગયો, હવે 9મી જુલાઇએ વડોદરા આવો નજારો જોવા મળશે

ગુરુવારે બપોરે 12.35 કલાકે ખગોળિય ઘટના સર્જાતા સીધી ચીજોના પડછાયા ગાયબ થઇ ગયા હતા. ગુરુવારે બપોરે 12.35 કલાકે સૂર્ય સાચા અર્થમાં મધ્યાહને( બિલકુલ માથાની ઉપર) આવ્યો ત્યારે આ ઘટના 30 સેકન્ડ માટે બની હતી. ખગોળવિદ્ દિવ્યદર્શન પુરોહિત કહે છે કે, પૃથ્વી ધરી પર 23.5 ડિગ્રી ઝુકેલી છે. સૂર્ય પૃથ્વીના 23.5 ડિગ્રી અક્ષાંસ સુધી પહોચીને પરત ફરે છે ત્યારે વિષુવવૃતથી કર્કવૃત સુધીના વિસ્તારોમાં સૂર્ય કિરણો સીધા પડતાં પડછાયો ગાયબ થઇ જાય છે. હવે ફરી આવી ઘટના 9 જુલાઇએ સર્જાશે.

અન્ય સમાચારો પણ છે...