તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ મુલતવી:હનુમાનજી મંદિર ન ખસેડવા પાલિકાના હોદ્દેદારની ખાતરી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે.પી. રોડ પરના 50 વર્ષ જૂના મંદિરનો વિવાદ
  • ખાતરી મળતાં સહીઝુંબેશનો કાર્યક્રમ મુલતવી

જેપી રોડ પર બનતા ફ્લાયઓવરની કામગીરીમાં હનુમાનજીનું મંદિર ખસેડવાની કવાયત શરૂ કરાવામાં આવતાં તેનો વિરોધ કરાઈ રહ્યો છે. બીજી તરફ પાલિકાના શાસક પાંખના એક હોદ્દેદારે ખાતરી આપતાં સહી ઝુંબેશનો કાર્યક્રમ મુલતવી કરવામાં આવ્યો છે. ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી સાડા ત્રણ કિમીનાે ફ્લાઈ ઓવર બની રહ્યો છે.

222 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ પૂરો કરવાનો છે. આ દરમિયાન પાલિકાના બ્રિજ પ્રોજેક્ટ વિભાગે વિદ્યુત કોલોની પાસે આવેલું પૌરાણિક હનુમાનજીનંુ મંદિર સર્વિસ રોડમાં નડતરરૂપ છે તેવું કારણ આપી ખસેડવાની તજવીજ હાથ ધરી છે. જેના માટે મંદિરના પૂજારી જોડે પણ બેઠકો કરાઈ હતી. આસ્થાના પ્રતિક સમા આ મંદિરને ખસેડવાની કાર્યવાહીના વિરોધમાં સ્થાનિક સામાજિક કાર્યકર અરવિંદ સિંધાએ શનિવારે સહીઝુંબેશનું એલાન આપ્યું હતું.જોકે આ વિસ્તારના પાલિકાના શાસક પક્ષના હોદ્દેદારે મંદિર નહીં ખસેડાય તેવી ખાતરી આપતાં સહી ઝુંબેશ મુલતવી રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...