તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મગર અચાનક હલન-ચલન કરી પાણીમાં ગાયબ:મૃત હોવાનું માની લાશ્કરો પહોંચતાં મગર અચાનક પાણીમાં જતો રહ્યો!

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વામિત્રીમાં મૃત મગર હોવાની શંકાથી વનવિભાગ- ફાયરબ્રિગેડ પહોંચ્યું
  • કાલાઘોડા નજીક નદીમાં મગર એક જ જગ્યા પર સ્થિર પડી રહ્યો હતો

કાલાઘોડા નજીક વિશ્વામિત્રીમાં એક દિવસથી એક જ જગ્યાએ મગર સ્થિર જોવા મળતાં તે મૃત હોવાની શંકાએ ફાયરબ્રિગેડ અને વનવિભાગ દોડતું થયું હતું. લાશ્કરોએ નદીમાં નાવડી ઉતારી તપાસ કરતાં મગર અચાનક હલન-ચલન કરી પાણીમાં ગાયબ થઈ ગયો હતો. જેના પગલે વન વિભાગ અને પ્રાણી પ્રેમીઓને રાહત થઈ હતી.

કાલાઘોડા પાસે વિશ્વામિત્રીમાં રવિવારે પેરેડાઇઝ કોમ્પ્લેક્સ પાછળ મગર એક દિવસથી સ્થિર પડ્યો હોવાની વાત ફેલાતાં પ્રાણી માટે કામ કરતી સંસ્થાઓના કાર્યકરો અને પ્રાણી પ્રેમી દોડી ગયા હતા. ઉપરાંત વધુ એક મગરના મોતની શંકાએ વન વિભાગ અને ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. ટીમ બોટ નદીમાં ઉતારી નજીક પહોંચતાં જ એકાએક મગર હરકતમાં આવ્યો હતો અને પાણીમાં જતો રહ્યો હતો.વનવિભાગના અધિકારી જાધવે જણાવ્યું કે, મગર એક જ સ્થળે રહેવાનું એક કારણ હોઈ શકે કે તે બચ્ચા આપવા સ્થિર થયો હોય.

અન્ય સમાચારો પણ છે...