વડોદરાના ક્રાઇમ ન્યૂઝ:15 લાખ રૂપિયા દહેજમાં લીધા છતાં આસિસ્ટન્ટ બેંક મેનેજર પતિએ પત્ની પર અત્યાચાર ગુજાર્યો

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન એપ્રિલ 2022માં બિહારના શીવાંન જિલ્લાના મેરવાધમ ખાતે રહેતા અભયનંદન ગીરી સાથે થયા હતા. અભયનંદન પશ્ચિમ બંગાળના દુર્ગાપુર ખાતે બેંક ઓફ ઇન્ડિયામાં આસિસ્ટન્ટ બેંક મેનેજર તરીકે નોકરી કરતો હતો. જેથી અભયનંદને યુવતીને લગ્ન સમયે કહ્યું હતું કે મારી બદલી થતી રહે છે એટલે તારે પણ મારી સાથે શહેર બદલતા રહેવું પડશે. જેથી યુવતી પણ આ માટે તૈયાર થઇ હતી.

જો કે લગ્નના થોડા મહિનામાં જ પતિ અને સાસરીયાઓનું વર્તન પરિણીતા સાથે બદલાઇ ગયુ હતું. લગ્નમાં દહેજ પેટે 9 લાખ રૂપિયા બેંક દ્વારા અને અન્ય રોકડા મળી કુલ 15 લાખ રૂપિયા આપ્યા છતાં પતિ અને સાસરીયા પરિણીતાને દહેજ માટે દબાણ કરી મ્હેણા ટોણા મારતા હતા. તેમજ તુ પતિ માટે બોજરૂપ છે તેમ કહેતા હતા. પતિ અને સાસરીયાનો ત્રાસ ખૂબ જ વધી જતાં આખરે પરિણીતાએ પોલીસની મદદ લીધી હતી અને પિયર વડોદરા ખાતે પરત ફરી હતી. અને તેણે પતિ તથા સાસરીયા સામે દહેજની માંગણી તથા શારિરીક માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

ગોત્રીમાં ઇકો કારના સાયલેન્સરની ચોરી
શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ અનંતપાર્કમાં રહેતા વકીલાત કરતા મુકેશભાઇ રાઠોડે રાત્રે ઘરની સામે ઇકો કાર પાર્ક કરી હતી. સવારે વહેલી ઉઠી કાર ચાલુ કરતા કાર સ્ટાર્ટ થતી ન હતી. જેથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગાડીનું સાયલેન્સર (કોઠી) કોઇ અજાણ્યો શખ્સ ચોરી ગયો હતો અને ભળતું બીજું સાયલેન્સર લગાવી ગયો હતો.