• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Assi Of MSU's Faculty Of Technology. Professor Asked For 'Gurudakshina' 'If You Want A Letter Of Recommendation, You Have To Give ~2 3 Thousand Or Whiskey'

‘ગુરુદક્ષિણા’માં દારૂની ડિમાન્ડ:MSUની ટેક્નોલોજી ફેકલ્ટીના આસિસ્ટન્ટ પ્રોફેસરે કહ્યું - ‘ભલામણપત્ર જોઈતો હોય તો 2-3 હજાર કે વ્હીસ્કી આપવી પડે’

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પૂર્વ વિદ્યાર્થીનો આક્ષેપ - પ્રો.નિકુલ પટેલે જાતિ વિષયક અપમાન કર્યું
  • સિન્ડિકેટમાં મુદ્દો ચર્ચાયા બાદ કમિટીની રચના કરાઈ
  • વિદ્યાર્થીની પોલીસમાં અરજી, અધિકારીએ કહ્યું, બિભત્સ ભાષાના પ્રયોગનો ઉલ્લેખ નથી

મ.સ. યુનિ.ની ટેક્નોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીએ પ્રાધ્યાપક સામે ગાળો બોલી જાતિ વિષયક અપમાન કર્યું હોવાનો અને બેથી ત્રણ હજાર કે સારી બ્રાન્ડની સ્કોચ વ્હીસ્કીની માગી હોવાનો આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીએ વીસી અને સિન્ડિકેટ સભ્યને પત્ર લખી તપાસની માગ કરી છે. તેણે રાવપુરા પોલીસ મથકે અરજી આપી છે.

પ્રાધ્યાપકે ગાળો બોલી જાતિ વિષયક અપમાન કર્યું
ટેક્નોલોજી ફેકલ્ટીમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીએ પત્રમાં જણાવ્યું છે કે, વિદેશમાં ભણવા અને સારી કંપનીમાં જોબ કરવા ભલામણપત્રની જરૂર હોવાથી તે મિકેનિકલ ડિપાર્ટમેન્ટના આસિ. પ્રોફેસર નિકુલ પટેલ પાસે ગયો હતો. પ્રાધ્યાપકે તેને ગાળો બોલી જાતિ વિષયક અપમાન કર્યું હતું અને બેથી ત્રણ હજાર કે સ્કોચ વ્હીસ્કી માગી હતી.

પ્રાધ્યાપકે વિદ્યાર્થીને મારી નાખવાની ધમકી આપી
જોકે વિદ્યાર્થીએ ના પાડતાં ભલામણપત્ર ઝૂંટવી લેવા પ્રયાસ પ્રાધ્યાપકે કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીએ આક્ષેપ કર્યો છે કે, પ્રાધ્યાપકે તેને મારી નાખવાની ધમકી આપી છે અને પોતે અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યો છે. વિદ્યાર્થીએ યુનિવર્સિટીના કાયદા મુજબ તેની વિરુદ્ધ સખત પગલાં ભરવા માગ કરી છે. બે દિવસ અગાઉ વિદ્યાર્થીએ રાવપુરા પોલીસ મથકે પણ અરજી કરી હતી.

સમગ્ર બાબતની તપાસ માટે કમિટીની રચના કરાઈ
રાવપુરા પોલીસે જણાવ્યું કે, વિદ્યાર્થી ભરત રાજવંશીએ નિકુલ પટેલ સામે અરજી નોંધાવી છે. જેના સંદર્ભમાં તેનું નિવેદન લીધું છે. અરજીમાં બિભત્સ ભાષાના ઉપયોગનો ઉલ્લેખ નથી.’ ઉલ્લેખનીય છે કે, નિકુલ પટેલે મેમાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના વિવાદમાં વિવાદિત વિદ્યાર્થીનો પક્ષ લઇને તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા. બીજી તરફ સિન્ડિકેટમાં આ મુદ્દો ચર્ચાયો હતો. જેની તપાસ માટે કમિટીની રચના કરાઈ છે.

વિદ્યાર્થીએ વીસી-સિન્ડિકેટ સભ્યને પાઠવેલા પત્રના અંશો

વિદ્યાર્થી : સાહેબ બહુ મોડું કર્યું?

ડો.નિકુલ પટેલ : *** તારા બાપનું રાજ ચાલે છે? કામ તારે છે કે મારે? કામ તારું છે એટલે મારી રાહ જોવી પડશે.

(વિદ્યાર્થીએ રેકમેન્ડેશન લેટરની વાત કરતાં)

પ્રાધ્યાપક : તારે આવા પત્રો જોઇતા હોય તો બે-ત્રણ હજાર રૂપિયા અથવા સારી બ્રાન્ડની સ્કોચ વ્હીસ્કી લાવવી પડે.

વિદ્યાર્થી : સાહેબ આ પત્ર આપવાનું કામ તમારી ફરજમાં આવે છે, જેના બદલે તમે રૂપિયા કે દારૂ માગી ન શકો.

પ્રાધ્યાપક : ****, ***** મને શીખવાડે છે. તારે રેકમેન્ડેશન જોઇતું હોય તો આ બધું આપવું જ પડે અને બીજા વિદ્યાર્થીઓ પણ આવા પત્રો કે મારાથી કામ કઢાવવા માટે મને રૂપિયા અને દારૂ આપે જ છે.

વિદ્યાર્થી : આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કહેલ છે કે, મારા રાજમાં કોઇ લાંચ આપવી નહીં.

પ્રાધ્યાપક : તું મને ઓળતો નથી. હું કોંગ્રેસ પાર્ટીનો મોટો કાર્યકર્તા છું. હું રોજ રાહુલ ગાંધી સાથે ફોન પર વાતચીત કરું છું. તમારા જેવા ભાજપ પ્રેમીઓને તો હું મારી જૂતી બરાબર ગણું છું. તું પણ દલિત છે.

આ ઘટના પાછળ ષડ્યંત્ર, માનહાનિનો દાવો કરીશું
હું દારૂ પીતો નથી તો શા માટે માગું. આ આક્ષેપને નકારું છું. આ વિદ્યાર્થીને લેટર ઓફ રેકમેન્ડેશન આપી દીધું છે.20 વર્ષના કાર્યકાળમાં નિષ્ઠાથી સેવા આપી છે. આક્ષેપો સાબિત નહીં કરી શકે તો માનહાનિનો દાવો કરીશું.વીસીને વિનંતી કરીએ છીએ કે નિષ્પક્ષ તપાસ થવી જોઇએ. આ ઘટના પાછળ ષડ્યંત્ર કરાયું છે. - ડો.નિકુલ પટેલ, આસિ. પ્રોફેસર, મિકેનિકલ ડિપાર્ટમેન્ટ, ટેક્નોલોજીફેકલ્ટી

અન્ય સમાચારો પણ છે...