તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અસલમ બોડિયો દરેક સ્થળે દરગાહમાં છુપાતો

વડોદરા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
અસલમ બોડિયાની ફાઇલ તસવીર - Divya Bhaskar
અસલમ બોડિયાની ફાઇલ તસવીર
 • ગુનો નોંધાતાં અજમેરથી બસમાં બેસી યુપી ભાગ્યો
 • હિસ્ટ્રીશીટરે નંદુરબારમાં પણ આશ્રય લીધો હતો

અસલમ બોડિયો ગુનો નોંધાયો તે જ દિવસે 19 તારીખે તેના સાગરીત નવાપુરાના અકરમની ઇકો લઇને અન્ય પાંચ જણા સાથે અજમેર છઠના દર્શન કરવા ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે તેની ઇકો કારને ભીમ ટોલનાકા પાસે ટ્રક ચાલક સાથે સામાન્ય અકસ્માત થયો હતો જેથી બોડિયા અને તેના સાગરીતોએ ખર્ચો આપવાના મુદ્દે ટ્રક ચાલક સાથે ઝઘડો કર્યો હતો. તે વખતે ટોલનાકા પર વડોદરાની ચારથી પાંચ અન્ય લોકોની ગાડીઓ હતી જેણે બોડિયાને ત્યાં જોયો હતો.

ત્યારબાદ બોડીયો નજીકની હોટેલમાં રોકાયો ત્યારે તેને સાગરીતો મારફતે જાણ થઇ કે ગુનો નોંધાયો છે જેથી તેણે ચલો જલ્દી ચલો, અબી નિકલના હે તેમ કહી ઇકો કારમાં ભાગ્યો હતો પણ એક કિમી બાદ તે ઇકોમાંથી મુજે કામ હે તુમ જાઓ તેમ કહી ઉતરી ગયો હતો અને એસટી બસમાં બેસી યુપીના ચરીયાદ તરફ ગયો હતો અને ખાનગી કાર લઇને ત્યાંની દરગાહ પર ગયો હતો. જયાં રોકાઇ તે સાગરીતો સાથે સંપર્કમાં હતો.

ત્યારબાદ તેના જુગારધામના સંપર્કોથી તે નંદુરબાર ગયો હતો ત્યાં બે દિવસ રોકાઇ ત્યાંથી અંકલેશ્વર આવ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી જુગારના સંપર્કોનો ઉપયોગ કરી દેડીયાપાડા થઇ છોટાઉદેપુર રોકાયો હતો અને ત્યાંથી છેલ્લા અઢી દિવસથી નદી કિનારે આવેલી છુછાપુરાથી 3 કિમી દુર દરગાહમાં છુપાયો હતો.

બોડિયો જયાં જતો ત્યાં દરગાહમાં આશ્રય લેતો હતો. દરમિયાન પોલીસને ભીમ ટોલનાકા પર થયેલા ઝઘડાની જાણ થતાં પોલીસે અકરમને પુછપરછ કરી હતી અને ત્યારબાદ બાતમીદારોથી માહિતી મળી ગઇ હતી.

બોડિયા સામે 62 ગુના નોંધાયા છે
અસલમ બોડિયા સામે 1998થી 62 જેટલા ગંભીર ગુના નોંધાયા છે અને છેલ્લા 10 વર્ષમાં તેની સામે 13 ગુના નોંધાયા છે. તેના સાગરીત સોએબ બાપુ સામે 1998થી 4 ગુના જયારે છેલ્લા 10 વર્ષમાં 3 ગુના નોંધાયા છે. ગંભીર ગુના આચરીને બોડિયા અને તેના સાગરીતોએ શહેરના લોકોને રંજાડવામાં બાકી રાખ્યુ ન હતું. છુછાપુરાની દરગાહમાં મધરાતે દરોડો પાડયો ત્યારે પોલીસને જોઇને તે સ્તબ્ધ થઇ ગયો હતો

મધ્યપ્રદેશમાં પણ બોડિયાનું મોટું નેટવર્ક
અસલમ બોડીયો શહેરમાંથી ભાગી રાજસ્થાન, યુપી અને મહારાષ્ટ્ના ગામોમાં જઇને છુપાયો હતો તેનું મધ્યપ્રદેશમાં પણ મોટુ નેટવર્ક છે અને કેટલાક દિવસો તે ત્યાં પણ રોકાયો હતો. તેના આશ્રયસ્થાનો ઉપર વોચ રાખતા હોવાથી તે જે ગામમાં જાય ત્યાં દરગાહમાં સામાન્ય માનવી બનીને જ ઓળખાણથી સંતાતો હતો. - ડી.એસ.ચૌહાણ, એસીપી, ક્રાઇમ બ્રાન્ચ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો