તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
1500 કિમી ભાગ્યા બાદ બોડેલી પાસે છુછાપુરાની દરગાહમાંથી પકડાયેલો બિચ્છું ગેંગનો લીડર બોડીયો ગુજસીટોકના ગુનામાં પોલીસ કસ્ટડીમાં છે ત્યારે તેણે પોલીસ સમક્ષ દરેક 62 ગુનાઓ વિશે પોપટની જેમ કબુલાત કરી હતી. તેણે પોલીસ સામે બિચ્છુ ગેંગની આખી કુંડળી વર્ણવી જણાવ્યું હતું કે બિચ્છું ગેંગમાં તેના માત્ર 7 જ સાગરીત છે બાકીના 18 સાગરીતની સાથે રહીને બિચ્છું ગેંગમાં ગુના આચરતાં, જેમાં 18 જણા તેના પંટરોના પંટરો છે.
1998થી હત્યા, હત્યાની કોશિષ, ખંડણી, ધમકી સહિતા ગંભીર ગુના જેની સામે નોંધાયા છે તેવા બિચ્છુ ગેંગના લીડર અસલમ બોડિયો અને તેના 25 પંટરો સામે ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોકનો ગુનો નોંધ્યો હતો અને તબક્કાવાર 15 આરોપીને પકડ્યા હતા. ત્યારબાદ 12 દિવસ સુધી ફરાર રહેલા અસલમ બોડિયાને છુછાપુરાની દરગાહમાંથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. ત્યારબાદ તેના અન્ય સાગરીત સોએબ બાપુને પણ યાકુતપુરામાંથી ઝડપી લીધો હતો. બંનેના રિમાન્ડ લેવાયા છે.
બીજી તરફ ડીસીપી ક્રાઇમ જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન મુજબ સમગ્ર મામલાની તપાસ કરી રહેલા એસીપી ડી.એસ.ચૌહાણે અસલમ બોડિયાની ઉંડી પુછપરછ શરુ કરી હતી. તેનું વિગતવાર નિવેદન લેવાયું હતું. પોલીસ પુછપરછમાં અસલમ બોડિયાએ બિચ્છું ગેંગની કુંડળી વર્ણવી હતી. તેણે પોલીસને તેણે આચરેલા 62 ગંભીર ગુનાઓની કબુલાત કરી હતી અને પોપટની જેમ દરેક ગુના વિશે બોલવા માંડયો હતો.
પોલીસે બિચ્છુ ગેંગના તેના સહિતના 25 આરોપીઓ વિશે પુછપરછ કરી હતી અને કઇ રીતે બિચ્છુ ગેંગ અસ્તિત્વમાં આવી તથા તેણે તેના સાગરીતો સાથે કયા કયા ગુના આચર્યા હતા તે સહિતના મુદ્દા પર ઊંડી પૂછપરછ કરતાં તેણે પોલીસને જણાવ્યું હતું કે તે મુન્ના તડબુચ, અસ્પાક, રમજાન, અન્નુ અને તોસીફ તથા અતિક અને અનવર તેના સાગરીતો છે અને જ્યારે બાકીના 18 જણા તેના આ 7 પંટરોના સંપર્કમાં હતા.
બાકીના 18 જણા આ 7 પંટરોના સંપર્કમાં રહીને ગુના આચરતા હતા. અગાઉ પકડાયેલા 15 પંટરોની પણ આ મુદ્દે પોલીસે પૂછપરછ કરી હતી. તે ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ જયાંજયાં ભાગ્યો હતો તે સ્થળો પર પોલીસની સાથે જઇને માહિતી આપશે તેમ પોલીસને તેણે જણાવ્યું હતું.
લોકઅપમાં અસલમ બોડિયાને બીક લાગી, મારું એન્કાઉન્ટર થઇ જશે તો...
સૂત્રોએ જણાવ્યું હતું કે સોમવારની આખી રાત અસલમ બોડિયાએ પોલીસ લોકઅપમાં ડરના માહોલ વચ્ચે ગુજારી હતી અને તે ભારે માનસિક તણાવમાં જોવા મળ્યો હતો. એક તબક્કે તેની તબિયત બગડતાં સારવાર પણ લેવી પડી હતી.
જો કે ત્યારબાદ તે સ્વસ્થ થયો હતો. તેને સતત બીક લાગી રહી હતી કે તેનું એન્કાઉન્ટર થઇ જશે તો? પોલીસે તેની આકરી પુછપરછ શરુ કરી ત્યારે તેણે ફટાફટ જવાબો આપવા માંડયા હતા. મંગળવારે પણ તે ડિસ્ટર્બ જોવા મળતો હતો. ગંભીર ગુના આચરીને લોકોને ધમકાવતો અસલમ બોડીયો પોલીસ લોકઅપમાં ગેં ગેં ફેં ફેં થઇ ગયો હતો.
તેણે કહ્યું, મારી ગાડીઓ વેચાઇ ગઇ, 15 રિક્ષા છે
પોલીસે બોડિયાની સ્થાવર જંગમ મિલકતોની પણ તપાસ શરુ કરી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે બોડિયાએ કબૂલ્યું છે કે પોતાની બધી જ ગાડીઓ વેચાઇ ગઇ છે અને હાલ તેની પાસે 15 રિક્ષા છે. બોડિયા પાસે અગાઉ 40 રિક્ષા હતી. તેના તાર કયાં કયાં જોડાયેલા છે અને તેની મિલકતો કયાં છે તથા કોના નામે છે તે ઉપરાંત તેની બેંક ડિટેલ્સના મુદ્દા પર પોલીસે તપાસ શરૂ કરી હતી. શહેરીજનોને છેલ્લા 11 વર્ષથી રંજાડનારા બોડીયાએ પોતાની ટોળકીના કરતુતો અને બિચ્છુ ગેંગની સમગ્ર કુંડળી પોલીસને જણાવી હતી. પોતાના 62 ગુનાઓ ઉપરાંત તેના સાગરીતોના ગુનાઓ વિશે પણ પોલીસને માહિતી આપી દીધી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.