તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:કાર્ડની લિમિટ વધારવાનું કહી OTP લઇ 1.90 લાખ પડાવ્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • SBI ક્રેડિટ કાર્ડમાંથી બોલતો હોવાનું ગઠિયાએ કહ્યું

શહેરના યુવકને ગઠીયાએ ફોન કરી ક્રેડીટ કાર્ડ ચાલુ કરાવી લીમીટ વધારવાના નામે ઓટીપી નંબર મેળવી લઇ 1.90 લાખની ઠગાઇ કરી હતી. ગોત્રી રોડ પર રહેતા વિજય રમણભાઇ લીંબાચીયાએ પોલીસમાં ફરિયાદ કરતાં જણાવ્યું હતું 7 ડિસેમ્બરે તેને ફોન કરીને એક શખ્સે કહ્યું હતું કે તે એસબીઆઇ ક્રેડીટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું અને ક્રેડીટ કાર્ડ ચાલુ કરાવવા કાર્ડની વિગત આપવી પડશે તેમ કહેતા યુવકે કાર્ડની વિગતો તેને આપી હતી.

થોડી વાર બાદ તેમના ફોન પર બે ઓટીપી નંબર આવતાં આ શખ્સે ક્રેડીટ કાર્ડની લીમીટ વધારવા માટે ઓટીપી છે તેમ જણાવી નંબર લઇ લેતાં તુરત જ કાર્ડમાંથી રૂા. 50,447 હાઉસિંગ કોમ તથા રૂા.139900 આરઆઇએલ ડીજીટીલમાં ડેબિટ થયા હતા. યુવકે કાર્ડ બ્લોક કરાવી સાયબર ક્રાઇમમાં અરજી કરી હતી. તપાસમાં દિલ્હીની સોનિયા કુલવંતસિંગના ખાતામાં પૈસા જમા થયા હતા અને આરઆઇએલ ડીજીટીલ માંથી 2 મોબાઇલ ફોનની ઓનલાઇન ખરીદી થયેલી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે ફરિયાદ થતાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગ્ુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...