તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત છે કે બિહાર?:‘શિસ્તબદ્ધ અને સંસ્કારી’ હોવાનો દાવો કરતા ભાજપના MLAનું આ છે ખરું ચરિત્રઃ મીડિયા કર્મીએ સવાલ કર્યા તો ધમકી આપી, 'પતાવી દઈશ, માણસને કહી ઠોકાવી દઈશ'

વડોદરાએક મહિનો પહેલા
વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મીડિયાકર્મીને પતાવી દેવાની ધમકી આપી હતી
 • દીપક શ્રીવાસ્તવને 3 સંતાન હોવાના મુદ્દે પૂછતાં મધુ શ્રીવાસ્તવ ગુંડાગીરી પર ઊતરી આવ્યા
 • મધુ શ્રીવાસ્તવના પુત્રએ ભાજપમાં બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે

શિસ્તબદ્ધ અને સંસ્કારી હોવાનો દાવો કરતા ભાજપના ધારાસભ્ય મધુશ્રીવાસ્ત મીડિયા સાથે ખરાબ વર્તન કરવા માટે પંકાયેલા છે. તેઓ બેફામ બોલે છે, પત્રકારોને જાનથી મારી નાંખવાની ધમકી આપે છે છતાં ભાજપના મોવડીઓ ચૂપચાપ તમાશો જોયા કરે છે.

'હવે પૂછીશ તો તને પતાવી દઇશ, અહીં માણસને કહીને ઠોકાવી દઈશ'
વડોદરામાં ભાજપ સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરનાર વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવને 3 સંતાન હોવાના આક્ષેપ સાથે ઉમેદવારી ફોર્મ રદ કરવાની માગ ઊઠતાં વિવાદ ઊભો થયો છે. આ મામલે મીડિયાકર્મીઓએ ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પૂછતાં તેઓ ગુંડાગીરી પર ઊતરી આવ્યા હતા અને તેને ધમકી આપતાં કહ્યું હતું કે 'હવે પૂછીશ તો તને પતાવી દઇશ, અહીં માણસને કહીને ઠોકાવી દઈશ.'

મારા પુત્રને 3 સંતાન છે, તમારી પર દાવો કરીશ અને કેસ કરીશ
હવે પછી બોલશો કે મારા પુત્રને 3 સંતાન છે, તમારી પર દાવો કરીશ અને કેસ કરીશ. 3 સંતાન નથી, બે જ છે, પહેલાં જ્યારે ચૂંટણી જીત્યો ત્યારે એક સંતાન હતું, હવે બે છે, 3 સંતાન છે જ નહીં, તમારી પાસે પ્રૂફ હોય તો લાવો. બાકી વાત કરતાં પહેલાં વિચાર કરજો. જે દાવો કરે છે તેની સામે પણ કેસ કરીશ અને કોર્ટમાં ખેંચી જઇશ. અપક્ષમાં ફોર્મ ભર્યું છે. ચૂંટણી અધિકારી એનો નિર્ણય કરશે. 3 નહીં, વાઘોડિયા મત વિસ્તારમાં ટોટલ 47 હજાર છોકરાઓ છે તેમના. હવે કંઇ કહેવું છે.

પુત્ર દીપક શ્રીવાસ્તવને 3 સંતાન હોવાના મુદ્દે પૂછતાં મધુ શ્રીવાસ્તવ ગુંડાગીરી પર ઊતરી આવ્યા હતા.
પુત્ર દીપક શ્રીવાસ્તવને 3 સંતાન હોવાના મુદ્દે પૂછતાં મધુ શ્રીવાસ્તવ ગુંડાગીરી પર ઊતરી આવ્યા હતા.

તને પતાવી દઇશ, અહીં માણસને કહીને ઠોકાવી દઇશ, આટલું ધ્યાન રાખજે
મારો પુત્ર એક હજાર ટકા ચૂંટણી લડવાનો છે, એમાં કોઇ નવાઇ નથી. આવી રીતે તમે કડવા શબ્દો પૂછો છો, હવે ના પૂછો છો તો સારું, નહીં તો બીજી વખત ઊભો પણ નહીં રાખીશ. આટલું ધ્યાન રાખજો. બીજું કંઇ પૂછીશ નહીં, નહીં તો અહીં જ તને પતાવી દઇશ, અહીં માણસને કહીને ઠોકાવી દઇશ, આટલું ધ્યાન રાખજે.

મધુ શ્રીવાસ્તવના પુત્રએ ભાજપમાં બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
મધુ શ્રીવાસ્તવના પુત્રએ ભાજપમાં બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

એક વર્ષ પહેલાં પણ મધુ શ્રીવાસ્તવે મીડિયાકર્મીઓ સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન કર્યું હતું
એક વર્ષ પહેલાં વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સરકારના મહેસૂલમંત્રી કૌશિક પટેલની કામગીરીથી નારાજ થયા હતા. આ મુદ્દે મીડિયાકર્મીઓએ સવાલ પૂછતાં સંસ્કારી ગણાતા ભાજપના મધુ શ્રીવાસ્તવ મીડિયાકર્મીઓ પર ગુસ્સે થઇ ગયા હતા અને ધક્કો મારીને હુમલાનો પ્રયાસ કર્યો હતો અને પત્રકારોને મા-બહેનની ગંદી ગાળો દઈ કેમેરા ખેંચ્યા હતા અને હવે ફરીથી મીડિયાકર્મીને પતાવી દેવાની ધમકી આપી છે.

એક વર્ષ પહેલાં પણ મધુ શ્રીવાસ્તવે પત્રકારોને ધક્કો મારીને હુમલાનો પ્રયાસ કર્યો હતો.
એક વર્ષ પહેલાં પણ મધુ શ્રીવાસ્તવે પત્રકારોને ધક્કો મારીને હુમલાનો પ્રયાસ કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો