કડીપાણી- આબા ડુંગર:એશિયાની સૌથી મોટી ફલોરસ્પાર ખાણમાં હજી 25 લાખ ટન જથ્થો ધરબાયેલો છે, 14 વર્ષ બાદ ફરી ખનન શરૂ થવાના સંકેત

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડીપાણીમાં સૌથી મોટો ફલોરસ્પાર પ્રોજેક્ટ
  • ખાણમાં અન્ય દુર્લભ ધાતુ મળી આવ્યાના સંકેત

એક જમાનામાં વડોદરાના કવાંટનું કડીપાણી ફ્લોરસ્પારની ખાણો માટે જગવિખ્યાત હતું. સ્ટીલ, એલ્યુમિનિયમ ઉપરાંત હાઇડ્રોફ્લોરિક એસિડ અને રેફ્રિજરન્ટ ગેસીસની બનાવટમાં ઉપયોગી ફ્લોરસ્પારની આ ખાણો છેલ્લા 14 વર્ષથી બંધ કરાઇ હતી.આબાડુંગરમાં કુલ 63 હેક્ટરના બે ભાગમાં વહેંચાયેલી આ ખાણોને હવે ફરી ધમધમતી કરવા માટે જીએમડીસીએ તૈયારીઓ કરવા માંડી છે.

આ પાછળનું કારણ એક દુર્લભ ધાતુ મળી આવી હોવાનું કહેવાય છે. જોકે આ અંગે આ ખાણોના અધિકારી ડી.કે. વ્યાસને પૂછતાં તેમણે જણાવ્યું કે, આ બાબત હાલમાં મારાથી જાહેર કરી શકાય તેમ નથી. પણ આગામી એક વર્ષમાં બંને ખાણો કાર્યરત થશે. ફરીવાર ફ્લોરસ્પાર ઉપરાંત કેટલીક ધાતુઓની ડિમાન્ડ ઊભી થતાં ફરી શરૂ કરવાનું આયોજન થઇ રહ્યું છે.

છેવાડાના વિસ્તારમાં ફરી રોનક આવશે તેવી સ્થાનિકોને આશા
કડીપાણીમાં ફલોરસ્પાર પ્રોજેકટ ચાલતો હતો ત્યારે વિસ્તારની રોનક અલગ જ હતી. ત્યારબાદ સમયાંતરે પ્રોજેકટ બંધ થઇ ગયો. હવે ફરી પ્રોજેકટ શરૂ થવાની શકયતાને લઇને આ રોનક પાછી ફરશે તેવી સ્થાનિકો આશા રાખી રહ્યા છે.

25,50,000 ટન હાલમાં આ વિસ્તારમાં ફલોરસ્પારનો અનામત જથ્થો

14 વર્ષથી આંબાડુંગર-કડીપાણીની ખાણો બંધ હાલતમાં છે.

31 હેક્ટર ખાણ નં.1 અને 32 હેક્ટર ખાણ નં.2નો વિસ્તાર

અન્ય સમાચારો પણ છે...