ધરપકડ:મહિલા પર દુષ્કર્મ કરનાર ASI નાસીરને ભાલેજથી ઝડપી લેવાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નાસીરને ભાલેજથી ઝડપી મોડીરાત્રે વડોદરા લવાયો. - Divya Bhaskar
નાસીરને ભાલેજથી ઝડપી મોડીરાત્રે વડોદરા લવાયો.
  • પોલીસ જવાને 3 વખત મોડીરાત્રે જઇ ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું
  • ગુનો ના નોંધાય​​​​​​​ તો મહિલાએ ગૃહમંત્રીને રજૂઆતની ચીમકી આપી હતી

વાઘોડિયા રોડ પર મોડી રાત્રે ઘરમાં ઘૂસી મહિલાને ધમકી આપી 3-3 વાર દુષ્કર્મ ગુજારનાર ASI નાસીર અનવરમિંયાને પાણીગેટ પોલીસે ઝડપી પાડ્યો છે.આ અંગે પ્રાપ્ત માિહતી અનુસાર, વાઘોડિયા રોડ પર રહેતી મહિલાએ 4 દિવસ અગાઉ પોલીસ કમિશનરને રજૂુઆત કરી હતી કે, જે તે સમયે પાણીગેટ પોલીસ મથકમાં ફરજ બજાવતા અને હાલમાં SOGમાં ASI બનેલા નાસીર અનવરમિંયાએ જુદાજુદા સમયે 3 વાર મધ્યરાત્રી બાદ ઘરમાં ઘૂસીને ધમકી આપી મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. તેથી તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવા માગ કરી હતી. ત્યારબાદ પાણીગેટ પોલીસ મથકને તપાસ સોંપાઇ હતી.

જેમાં મહિલા ફરિયાદને વળગી રહેતાં મામલો એસીપી સમક્ષ પહોંચ્યો હતો. જ્યાં પણ મહિલાએ નાસીરને માત્ર સસ્પેન્ડ કરવામાં આવશે તો આત્મહત્યા કરવી પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. બીજી તરફ ધરપકડ ટાળવા નાસીર રજા પર ઉતરી ભાલેજ ગામે જઇને સંતાઇ ગયો હતો. તેની જાણ પાણીગેટ પોલીસને થતાં કાર્યવાહીના ભાગરૂપે તેને ભાલેજથી ઝડપી લઇ પોલીસ મથકે લાવવાની કાર્યવાહી કરાઇ હતી. આ અંગે અેસીપી પલસાણાએ વાતને મોડીરાત્રે સમર્થન આપ્યું હતું.જોકે મોડીરાત્રે એએસઆઇ નાસીર અનવરમિંયાને પાણીગેટ પોલીસ મથકે લઇને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...