તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેદરકારી:ASI અને પાલિકાની બેદરકારી : હેરિટેજ તાંબેકરવાડાનો પાછળનો ભાગ ધરાશાયી

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
હેરિટેજ તાંબેકરવાડાનો પાછળનો ભાગ ધરાશાયી
  • રિપેરિંગ કામ કોણ કરે તેની ખેંચતાણમાં ઐતિહાસિક ધરોહર સામે જોખમ
  • 13 જાન્યુઆરીએ ASIએ પત્ર પાઠવીને રિપેરિંગની માગણી કરી હતી પરંતુ ધ્યાન ન અપાયું

રાવપુરા વિસ્તારમાં આવેલી 172 વર્ષ જૂની ઐતિહાસિક તાંબેકરવાડાની ઇમારતનો પાછળનો ભાગ તૂટી પડ્યો છે. જેને પગલે હવે આ ઇમારત સાથે જોડાયેલી મુખ્ય ઇમારત પર પણ ગમે ત્યારે તૂટી પડે તેવું જોખમ ઊભું થયું છે. આ જોડાણવાળા ભાગમાં પણ લાંબી તિરાડો પડવા માંડી છે. ASI અને પાલિકાની પહેલા કામગીરી કોણ કરે તેની આંતરિક ખેંચતાણમાં વડોદરાએ એક ઐતિહાસિક ધરોહરને ગુમાવવી પડે તેવું જોખમ ઝળુંબી રહ્યું છે.આ વર્ષે જાન્યુઆરીમાં જ બિલ્ડિંગ સાથે જોડાયેલા ભાગોમાં તિરાડો પાડવાની શરૂ થઇ જતાં એએસઆઇએ 13મી જાન્યુઆરીએ પાલિકાને આ સ્થિતિની જાણ કરતો પત્ર લખીને યોગ્ય પગલાં લેવાની માગણી કરી હોવાનું પણ જાણવા મળે છે.

હેરિટેજ ની મોટી મોટી માત્ર વાતો કરતી પાલિકા અને તેના હેરિટેજ સેલને આ ગંભીર બાબતની ગંભીરતા ન સમજાતા કોઇ કામગીરી કરી નહોંતી એટલું જ નહીં એક વાર કોઇ ઇન્સ્પેક્શન માટે પણ સુદ્ધા ફરક્યું નહીં. છેવટે સોમવારે રાત્રે 60 ફૂટ લાંબો અને 20 ફૂટ પહોળો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ બાબતની જાણ પણ પાલિકાને કરવામાં આવી હતી પણ પાલિકાનો કોઇ અધિકારી કે સ્ટાફ અહીં આવ્યો ન હોવાનું જાણવા મળે છે. આ અંગે એએસઆઇના અધિકારી વતનમાં રજા પર હોવાથી તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો. પાલિકાના નિર્ભયતા શાખાના અધિકારી ધાર્મિક દવેએ જણાવ્યું કે, આ તૂટી પડેલા ભાગને પાલિકા હવે પોતાના ખર્ચે અને જોખમે ઉતારી લેશે. જેેની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરાશે.

હેરિટેજ તાંબેકરવાડાની આવી હતી ભવ્યતા
હેરિટેજ તાંબેકરવાડાની આવી હતી ભવ્યતા

પાલિકા અને એએસઆઇ વચ્ચે ખેંચતાણનું મુખ્ય કારણ શું છે ?
તાંબેકરવાડાની ઇમારત એએસઆઇના તાબામાં છે. નિયમ મુજબ આ ઇમારતની આસપાસના 200 મીટરમાં કોઇ જૂની ઇમારતનું રિપેરિંગ પણ કરાવવું હોય તો મંજૂરી લેવી પડે છે. એએસઆઇને યોગ્ય ન લાગે તો તે આ જ ઇમારતની પાછળના ભાગે વોર્ડ ઓફિસ છે. જેમાં પણ જ્યારે જ્યારે કોઇ રિપેરિંગની જરૂર પડે ત્યારે એએસઆઇની મંજૂરી માટે જવું પડે છે. આ મુદ્દે કોઇ આંતરિક ખટરાગ સર્જાયો છે જોકે કોઇ આ મુદ્દે જાહેરમાં બોલવા તૈયાર નથી. કારણ કે આ ભાગ પાલિકા હવે ઉતારે અને મુખ્ય બિલ્ડિંગને કંઇ ગંભીર નુકસાન થાય તો..

1848માં વાડો બન્યો, અમૂલ્ય ભીંત ચિત્રોનું કરોડોના ખર્ચે રિસ્ટોરેશન

​​​​​​​ઇસ. 1848માં બરોડા સ્ટેટના તત્કાલિન દીવાન ભાઉ તાંબેકરે આ વાડો બનાવ્યો હતો. મૂળે આ ઇમારતમાં 4 માળ હતા. આ ઇમારતના પહેલા,બીજા અને ત્રીજા માળે યુદ્ધ, તે સમયના સામાજિક અને રાજકીય જીવન તથા ભગવાન શ્રીકૃષ્ણની વિવિધ લીલાઓ વગેરેને લગતાં સંખ્યાબંધ ભીતચિત્રો પણ તૈયાર કરાવ્યાં હતા. જે આ હવેલીની શોભા છે. આ જ કારણસર એએસઆઇ(આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા) દ્વારા આ ઇમારતને લેવામાં આવી અને તેના તમામ ભીંતચિત્રોનું કરોડો રૂપિયાના ખર્ચે રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતું.

મંત્રી અને સાંસદે 3 મહિના અગાઉ જ વાડાની મુલાકાત લીધી હતી
આ વર્ષે ત્રણ મહિના અગાઉ જુલાઇ મહિનામાં સરકારના એક મંત્રી અને સાંસદે પણ આ ઇમારતની મુલાકાત લીધી હતી. રાજકીય નેતાઓને બિલ્ડિંગમાં આવીને ફોટા પડાવવામાં જ રસ હોય છે પણ જ્યારે શહેરની ધરોહર આ રીતે જોખમમાં હોય ત્યારે પણ આગળ આવીને કંઇક નક્કર કામગીરી કરવાનો સમય આવી ગયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો