દશરથ ખાતે પકડાયેલા બાયોડિઝલ કૌભાંડના સૂત્રધારને આશરો આપનાર સુરતના અશોક પટેલ નામના આરોપીના એક દિવસના રિમાન્ડ અદાલતે મંજૂર કર્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 23-3-22ના રોજ દશરથ ગામે નેશનલ હાઇવે પર શ્રી શિવ ટ્રાન્સપોર્ટના ભાગીદારો મીનેશ પટેલ અને અજય શાહે પોતાના કંપાઉન્ડમાં ગ્રાઉન્ડ ટાંકી ફીટ કરીને બાયો ડિઝલના નામે ભળતું પેટ્રોલીયમ વેચતા હોવાની બાતમી આધારે પીસીબી પોલીસે દરોડો પાડયો હતો.
આ સંબંધમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં મીનેશ પટેલ વોન્ટેડ હતો.મીનેશ પટેલને સુરતમાં આશરો આપનાર અશોક મગનભાઈ પટેલની અટક કરી રિમાન્ડ માટે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો,કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે કૌભાંડ અંગે તેની પૂછતાછ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.