દુષ્કર્મ કેસ:અશોક જૈન લોનાવાલામાં જે હોટલમાં હતો ત્યાં તપાસ કરાઇ

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂના-લોનાવાલામાં તપાસ પૂરી થતાં ટીમ પરત આવી

દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા અશોક જૈનના રિમાન્ડ મેળવી પોલીસની ટીમ પુના અને લોનાવાલા તપાસ માટે ગઇ હતી અને આ ટીમ આજે પરત આવ્યાં બાદ હવે આવતી કાલે અશોક જૈનને લઇને પોલીસની ટીમ પાલીતાણા તેમજ ધોળકા તપાસ માટે જશે.

ઉલ્લેખનીય છે કે, રિમાન્ડ પર રહેલો અશોક જૈન પુના અ્ને લોનાવાલ ગયો હોવાના કારણે તેને લઇને પોલીસની ટીમ પુના તેમજ લોનાવાલા ગઇ હતી. પુનામાં અશોક જૈન પેઇંગ ગેસ્ટ તરીકે રોકાયો હતો જ્યારે લોનાવાલામાં તે હોટલમાં રોકાયો હતો. આજે પોલીસની ટીમે લોનાવાલા ખાતે તે જે હોટલમાં રોકાયો હતો ત્યાં તપાસ કરી નિવેદનો લીધા હતા. આજે અશોક જૈનને લઇને ટીમ પર આવ્યાં બાદ અશોક જૈન પાલીતાણા અને ધોળકા પણ ગયો હોવાના કારણે આજે પોલીસની એક ટીમ અશોક જૈનને લઇ્ને તપાસ માટે પાલીતાણા તેમજ ધોળકા જશે. ઉલ્લેખનીય છે કે, અશોક જૈનને પોલીસે પાલીતાણા ખાતેથી ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...