તપાસ:અશોક જૈન સેક્સ સંબંધ માટે અસક્ષમ: બચાવ પક્ષ

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અશોક જૈનના જામીનની વધુ સુનાવણી સોમવારે થશે
  • રિમાન્ડ વેળા અમે તૈયાર હોવા​​​​​​​ છતાં પોલીસે નાર્કો ન કરાવ્યો

ચકચારી દુષ્કર્મ કેસમાં અશોક જૈનની જામીન અરજીની આજે સુનાવણી હાથ ધરાતાં બચાવ પક્ષે દલીલ કરાઈ હતી કે, અરજદાર અશોક જૈન શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ નથી ત્યારે બળાત્કાર થયો હોવાની બાબત ખોટી છે. જામીન અરજીમાં વધુ સુનાવણી હવે સોમવારે થશે.

બચાવ પક્ષે દલીલ કરવામાં આવી હતી કે, અમારા જ્યારે રિમાન્ડ લેવાયાં તે સમયે જ અમે રજૂઆત કરી હતી કે, અમારો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે, જોકે પોલીસે તે દિશામાં કોઇ કાર્યવાહી કરી નથી. અમે ક્રોસ ઇન્ટ્રોગેશન માટે પણ તૈયારી બતાવી હતી, પરંતુ તે અંગે પણ કોઇ કાર્યવાહી કરાઈ ન હતી.

બળાત્કારનો ગુનો ખૂબ જ ગંભીર ગુનો છે પરંતુ જો બળાત્કાર થયો હોય તો ત્યારે. આ કેસમાં અશોક જૈન શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ નથી એટલે બળાત્કાર જ થયો નથી અને જો કોઇ ખરેખર પીડિત હોય તો તે અરજદાર અશોક જૈન છે.

જ્યારે ધરપકડ થઇ તે સમયે મેજિસ્ટ્રેટ સમક્ષ પણ અશોક જૈને તેઓ શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ ન હોવાનું જણાવ્યું હતું. પુરાવા અધિનિયમ પ્રમાણે આરોપીની પત્નીને કેસમાં સાક્ષી બનાવી શકાય નહીં તેમ છતાં આ કેસમાં પોલીસે અરજદારની પત્નીની પૂછપરછ કરી હતી અને તેને સાક્ષી બનાવવામાં આવ્યાં છે. જામીન અરજીની વધુ સુનાવણી હવે સોમવારે હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...