કાર્યવાહી:અશોક જૈન શરીર સંબંધ બાંધવા માટે સક્ષમ : સ્પે. સરકારી વકીલ

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરકાર તરફે જામીન અરજી રદ કરવા 19 પાનાંની નોટ્સ મૂકાઇ
  • જામીન અરજીનો ચુકાદો આગામી તા.25મી નવેમ્બરે આવશે

ચકચારી દુષ્કર્મ કેસમાં અશોક જૈને મૂકેલી જામીન અરજીની સોમવારે વધુ સુનાવણી હાથ ધરાતાં સરકાર તરફે સ્પેશિયલ સરકારી વકીલે અશોક જૈનની જામીન અરજી નામંજૂર કરવી જોઇએ તે માટે 19 પેજની લેખિત નોટ્સ રજૂ કરી હતી. સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, અશોક જૈન શારીરિક સંબંધ બાંધવા માટે સમક્ષ છે તેવો રિપોર્ટ અમદાવાદ સિવિલ દ્વારા અપાયો છે. ચકચારી દુષ્કર્મ કેસમાં અશોક જૈને જામીન અરજી મુકતાં અગાઉ બચાવ પક્ષ દ્વારા રજૂઆત કરાઈ હતી કે, અરજદાર અશોક જૈન શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ નથી. ત્યારે બળાત્કાર થયો હોવાની બાબત ખોટી છે.

આજે સરકાર તરફે સ્પેશ્યલ સરકારી વકીલ પ્રવીણ ઠક્કરે પોતાની દલીલમાં રજૂઆત કરી હતી કે, અશોક જૈન શારિરીક સંબંધ બાંધવા માટે સક્ષમ છે તેવો રિપોર્ટ અમદાવાદ સિવીલ હોસ્પિટલે આપ્યો છે. સરકાર તરફે આજે અરજદારની અરજી કેમ નામંજૂર કરવી જોઇએ ? તે માટેના મહત્વના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યાં હતા. જેમાં વિડીયો ફુટેજ, મોબાઇલ કોલ ડિટેઇલ, મોબાઇલ ફોન તોડવામાં આવ્યો હતો અને ત્યાર બાદ નવો ફોન લેવામાં આવ્યો તેના સીસીટીવી ફુટેજ પણ રજૂ કરાયા હતા.

સરકાર તરફે બચાવ પક્ષ દ્વારા કરાયેલી તમામ દલીલોનું ખંડન કરાયું હતું અને અરજદારની અરજી નામંજૂર કરવી આ કેસમાં સોમવારે બન્ને પક્ષે દલીલો પુરી થતાં ન્યાયાધીશે જામીન અરજીનો ચૂકાદો તા.25મીએ આપવાનું ઠરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...