તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અષાઢી આડંબર:અષાઢી બીજે મેઘરાજાની હાજરી 6 મિમી વરસાદ,આજેય સંભાવના

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં સાંજના સમયે 30 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને કારણે વિવિધ વિસ્તારોમાં પાણીના ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. - Divya Bhaskar
શહેરમાં સાંજના સમયે 30 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને કારણે વિવિધ વિસ્તારોમાં પાણીના ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં.
  • દિવસભર ઉકળાટ અનુભવાયા બાદ સાંજે અચાનક 30 કિમીની ઝડપે પવનો ફૂંકાયા બાદ ધોધમાર વરસાદ વરસ્યો
  • મહત્તમ તાપમાનના પારો 1.8 ડિગ્રી વધી 35.8 ડિગ્રી થયો

શહેરમાં વહેલી સવારે અને સાંજના સમયે ધોધમાર વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાંજે 5 થી 5:30 વાગ્યા દરમિયાન 25 થી 30 કિમીની ઝડપે પવનો ફૂંકાયા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અડધો કલાક વરસેલા વરસાદના પગલે રસ્તા પર પાણીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં.

હવામાન વિભાગના મતે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન 1 મિમી અને સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન 5 મિમી મળીને કુલ 6 મિમી વરસાદ વરસ્યો હતો. જોકે દિવસ દરમિયાન બફારાનો લોકોને અહેસાસ થયો હતો. ગરમીનો પારો 35 ડિગ્રી પારો નોંધાયો હતો. મંગળવારના રોજ પણ શહેરમાં ધોધમાર વરસાદ વરસવાની સંભાવના છે. સોમવારે મહત્તમ તાપમાનનો પારો 35.8 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 26.2 ડિગ્રી નોંધાયો હતો. હવામાં ભેજનું પ્રમાણ સવારે 92 ટકા અને સાંજે 98 ટકા નોંધાયું હતું.

વરસાદમાં 4 વૃક્ષ અને 1 થાંભલો ધરાશાયી
સોમવારે બપોરે અચાનક વરસેલા વરસાદને પગલે વિવિધ વિસ્તારમાં 4 વૃક્ષ ધરાશાયી થયાં હતાં. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ નાગરવાડા, ખોડિયાર માતાના મંદિર પાસે, આજવા રોડ વ્રજભૂમિ સોસાયટી અને લક્ષ્મી નગર પાસે, વડસર ખાતે ઝાડ ધરાશાયી થયાં હતાં. બીજી તરફ દિવાળીપુરામાં એક વીજ થાંભલો ધરાશાયી થતાં એમજીવીસીએલને જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...