સ્કોલરશિપના ઠેકાણાં નથી:વર્ષ પૂરું થવા આવ્યું છતાં MSUના વિદ્યાર્થીઓ સ્કોલરશિપથી વંચિત

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં થતી પ્રક્રિયાનાં હજુ પણ ઠેકાણાં નથી
  • ગત વર્ષે વિદ્યાર્થીઓને 98.76 લાખ સ્કોલરશિપ અપાઇ હતી

એમ.એસ. યુનિવર્સિટીમાં ડીએસડબલ્યુની સ્કોલરશીપ હજુ સુધી આપવામાં આવી નથી. શૈક્ષણિક વર્ષ પૂરુું થવાને 5 મહિના બાકી છે ત્યારે હજુ સુધી કોઇ કાર્યવાહી ના કરતાં મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત રહી ગયા છે. ગત વર્ષે 2121 વિદ્યાર્થીઓને વર્ષે 98.76 લાખ સ્કોલરશિપ આપવામાં આવી હતી.

યુનિવર્સિટી દ્વારા દર વર્ષે જે વિદ્યાર્થીઓના 55 ટકા કરતાં ઉપર હોય અને જેમના વાલીની વાર્ષિક આવક 3.5 લાખ કરતાં નીચે હોય તેવા વિદ્યાર્થીઓને ડીએસડબ્લયુની સ્કોલરશીપ આપવામાં આવે છે. ખાસ કરીને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી સ્કોલરશીપનો લાભ આપવામાં આવતો હોય છે.

અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે. તેમ છતાં ઘણાં અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને પણ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી ડીએસડબલ્યુની સ્કોલરશીપ અપાય છે. જે વિદ્યાર્થીઓના માતા અથવા પિતા બંનેમાંથી કોઇ પણ એક ના હોય અથવા તો બંને ના હોય તેવા કિસ્સામાં ફીની પૂરે પૂરી રકમ આપવામાં આવતી હોય છે.

આ ઉપરાંત ફીઝીકલી હેન્ડીકેપ,આર્મીમાં ફરજ બજાવતા હોય તેમના સંતાનો, નિવૃત્ત આર્મીમેનના સંતાનો, પોલીસમાં ફરજ બજાવતા હોય તેમના સંતાનોને સ્કોલરશીપનો લાભ આપવામાં આવતો હોય છે. ગત જુલાઇ 2022માં શરૂ થયેલા નવા સત્રમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને માટે હજુ સુધી સ્કોલરશીપની કોઇ પ્રક્રિયા કરવામાં આવી નથી. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી નથી તે અંગે જાન્યુઆરીમાં જાણ થઇ હતી. વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી દ્વારા ડીએસડબ્લ્યુની સ્કોલરશિપ શરૂ કરવા રજૂઆત કરાઈ છે.

છેલ્લાં 5 વર્ષમાં કેટલી સ્કોલરશિપ અપાઇ

વર્ષછાત્રોની સંખ્યારકમ
2016-1716161.27 કરોડ
2017-18333177.74 લાખ
2018-19353782.60 લાખ
2019-20310790.55 લાખ
2020-21200490.40 લાખ
2021-22212198.76 લાખ
અન્ય સમાચારો પણ છે...