ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:વોર્ડનો સ્ટાફ PMના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી 18મી સુધી ગટર-પાણીની સમસ્યા સહન કરજો

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
વોર્ડ : 4 : બપોરે 12.15 વાગે (આજવા રોડથી ખોડિયારનગર સંગમ, માણેક પાર્ક, હરણી સહિતના વિસ્તારો) - Divya Bhaskar
વોર્ડ : 4 : બપોરે 12.15 વાગે (આજવા રોડથી ખોડિયારનગર સંગમ, માણેક પાર્ક, હરણી સહિતના વિસ્તારો)
  • 18મીએ વડાપ્રધાનની સભાને લઇ વોર્ડના ઇજનેરો અને કર્મચારીઓને કામગીરીમાં જોતરાતાં લોકોને ધરમધક્કા

18મી જૂને વડાપ્રધાન લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા સંબોધવાના છે. ત્યારે પાલિકાનો સ્ટાફ પીએમના કાર્યક્રમને લઇને વ્યસ્ત થઇ ગયો છે. જેના કારણે વોર્ડ લેવલ પર થતી કામગીરીઓ પર રોક લાગી ગઇ છે. ભાસ્કર દ્વારા 4 વોર્ડ ઓફીસની મુલાકાત લેતા જણાયું હતું કે એન્જિનિયરોની ટીમ ગાયબ હોવાથી લોકો વીલાં મોઢે પરત ફરતા હતા. 18મી જૂન સુધી લોકોને ખાસ કરીને પાણી,ડ્રેનજ,રસ્તાની સમસ્યા સહન કરવી પડશે તેવુ હાલના તબક્કે જણાઇ રહ્યું છે.

આખી ઓફિસમાં માત્ર એક કારકૂન જ હાજર

  • સ્થિતિ : ચાર એન્જિનિયરો સહિત વોર્ડ ઓફિસર પીએમના કાર્યક્રમની કામગીરી માટે ગયા હતા. કચેરીમાં કલાર્ક જ હાજર હતા. પંખા લાઇટ સહિતની વસ્તુઓ ચાલુ હાલતમાં હતી. મુલાકાતી પૂછીને જતા રહેતા હતા.
  • સમસ્યા : આ વિસ્તારમાં ગંદાની પાણીની સમસ્યા છે. ડ્રેનેજ અને પૂરતા પ્રેશરથી પાણી મળતું ના હોવાની ફરિયાદો છે. આંતરીક રસ્તાઓ પણ તૂટેલા છે અને પેચવર્ક સહિતની કામગીરી અધૂરી છે.

બધા એન્જિનિયર સવારથી સભાના કામમાં લાગ્યા

વોર્ડ : 5 : બપોરે 12.40 વાગે (આજવા રોડ, સયાજીપુરા ચોકડી થી ઉમા ચાર રસ્તા, પાણીગેટ,કિશનવાડી સુધીનો વિસ્તાર)
વોર્ડ : 5 : બપોરે 12.40 વાગે (આજવા રોડ, સયાજીપુરા ચોકડી થી ઉમા ચાર રસ્તા, પાણીગેટ,કિશનવાડી સુધીનો વિસ્તાર)
  • સ્થિતિ : બધા એન્જિનિયર સવાર થી સાંજ સુધી પીએમની કામગીરીમાં વ્યસ્ત હોવાનું જાણવા મળ્યું હતું. એક મહિલા એન્જિનિયર હાજર હતા તે પણ પીએમ મોદીના કાર્યક્રમની તૈયારીના ભાગ રૂપે કામ કરી રહ્યા હતા.
  • સમસ્યા : સૌથી વધારે લો પ્રેશરથી પાણી મળતું ના હોવાની ફરિયાદો છે. ગુરુવારે પણ મહાકાળી નગર અને અંબે ફળિયામાં પાણીના કકળાટથી ત્રસ્ત મહિલાઓ મોરચો કાઢી પહોંચી હતી. જયાં અધિકારીઓ ન મળતા હોબાળો મચાવ્યો હતો.

એન્જિનિયરો તો ઠીક વોર્ડ ઓફિસર પણ ગાયબ

વોર્ડ : 6 : બપોરે 12.55 વાગે (સુપર બેકરી થી વિજયનગર,ફતેપુરા,હાથીખાના સુધીનો વિસ્તાર)
વોર્ડ : 6 : બપોરે 12.55 વાગે (સુપર બેકરી થી વિજયનગર,ફતેપુરા,હાથીખાના સુધીનો વિસ્તાર)
  • સ્થિતિ : માત્ર કલાર્ક જ હાજર હતા. પાણી,ડ્રેનેજ,રસ્તા ની કામગીરી કરતાં ચાર જેટલા એન્જિનિયરો પીએમના કાર્યક્રમની કામગીરી માટે ગયા હતા. વોર્ડ ઓફિસર પણ હાજર ના હતા. સમસ્યા લઇને આવતા લોકોને ધક્કો પડયો હતો.
  • સમસ્યા : આ વિસ્તારમાં વુડાના મકાનો જર્જરિત હાલતમાં છે સ્લેબના પોપડા ખરી રહ્યા છે. વારસિયા તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. ઘણા સ્થળે ઓછા પ્રેશરથી પાણી આવતું હોવાની ફરિયાદો છે.

હાજર અેક માત્ર મહિલા ઇજનેર ફોન પર વ્યસ્ત

વોર્ડ : 15 : બપોરે 1.30 વાગે (વાઘોડીયા ચોકડી,પરીવાર ચાર રસ્તા,પૂનમ કોમ્પલેક્ષ,આયુવેર્દ કોલેજ સહિતના વિસ્તારો)
વોર્ડ : 15 : બપોરે 1.30 વાગે (વાઘોડીયા ચોકડી,પરીવાર ચાર રસ્તા,પૂનમ કોમ્પલેક્ષ,આયુવેર્દ કોલેજ સહિતના વિસ્તારો)
  • સ્થિતિ : એન્જિનિયરો પીએમના કાર્યક્રમમાં ગયા હતા એક કલાર્ક હાજર હતો અને મહિલા એન્જિનિયર પોતે ફોનમાં વ્યસ્ત હતા કે કોઇ કશું પૂછે તો જવાબ પણ આપતા ના હતા. લોકો ફરિયાદ કોને કરવી તેમાં અટવાયા હતા.
  • સમસ્યા : આ વિસ્તારમાં ડ્રેનેજ સહિત પૂરતા પ્રેશરથી પાણી મળતું ના હોય તેવી ફરીયાદો છે. ગંદા પાણી પણ અમુક વિસ્તારોમાં આવી રહ્યા છે જયારે વરસાદી પાણીના નિકાલની સમસ્યા દર વર્ષે સામનો કરવો પડે છે.
અન્ય સમાચારો પણ છે...