તંત્ર સંપર્કમાં:માર્ગ ખુલતાં આજે વડોદરાના 15 યાત્રાળુઓ કેદારનાથ પ્રયાણ કરશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરાખંડમાં વડોદરાના 17 યાત્રાળુ સુરક્ષિત
  • મોબાઈલ ટાવર કાર્યરત થતાં શહેરના દંપતીનો બે દિવસે સંપર્ક થયો

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને પુર જેવી સ્થિતિનું નિર્માણ થતા વડોદરા શહેર અને જિલ્લાના 17 યાત્રાળુઓ ફસાઈ ગયા હતાં. જે બાદ કલેક્ટર કચેરી દ્વારા ઉત્તરાખંડમાં ફસાયેલા નાગરીકોની મદદ માટે કંટ્રોલરૂમ પણ શરૂ કર્યો હતો. કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ દ્વારા વડોદરા જિલ્લાના તમામ 17 યાત્રાળુઓ જેમાંથી 12 સાવલી તાલુકાના અને 4 વડોદરા શહેરના યાત્રાળુઓનો સંપર્ક કર્યો છે. તમામ સુરક્ષિત સ્થળે હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું.

બુધવારે ઉત્તરાખંડમાં વાતાવરણ સાફ થતા રસ્તાઓ પણ ખુલ્યા હતા. સાવલીથી ગયેલા 15 યાત્રાળુઓનું ગ્રુપ ગુરૂવારે સવારે 4 વાગે કેદારનાથ જવા માટે ચાલવાનું શરૂ કરશે. વડોદરાના એડવેન્ચર કંપની ધરાવતા હર્ષ ભટ્ટીએ જણાવ્યું હતું કે, તેમની સાથે સાવલી તાલુકાના 15 યાત્રાળુઓ છે. જે તમામ યાત્રાળુઓ સુરક્ષિત છે.ગુરૂવારના રોજ તેઓ કેદારનાથ પહોંચશે.

સમા અભિલાષા ચોકડી પાસેની મંગલમૂર્તી સોસાયટીમાં રહેતા વસંતભાઈ પટેલ અને તેમના પત્ની જયાબેન પટેલ નૈનિતાલ ફરવા માટે ગયા છે.તેમના સંબંધી રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વરસાદના પગલે મોબાઈલ ટાવર ક્ષતિગ્રસ્ત થઈ જતા તેમને બે દિવસ સંપર્ક થઈ શકતો ન હતો.પરંતું બુધવારે સંર્પક થતાં હાશકારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...