લો પ્રેશરની અસર:ઉત્તરના પવનો ફરી શરૂ થતાં ઠંડીનો પ્રકોપ વધશે, પવનોની દિશા બદલાતા ઠંડી ઘટી

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માવઠા બાદ બપોરે પંખા ચાલુ કરવા પડે તેવી સ્થિતિ

શહેરમાં ઉત્તરના ઠંડા પવનો ફુંકાવાનું બંધ થતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ઓક્ટોબરના અંતિમ અઠવાડીયાથી નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયા સુધી ઠંડીનો પારો 16 ડિગ્રી સુધી પહોચી ગયો હતો. જોકે અરબ સાગરમાં લો પ્રેશર ડેવલપ થતા ઠંડી ઘટી ગઈ હતી. સોમવારના રોજ પણ ઠંડીનો પારો 22 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે મંગળવારે પણ લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી રહે તેવું અનુમાન છે. હાલમાં માવઠા બાદ ઠંડીની તીવ્રતા અેકદમ ઘટી ગઇ છે.

બપોરે પંખા ચાલુ કરવા પડે તેવી સ્થિતિ છે. વેધર એક્ષપર્ટ અંકિત ત્રિવેદીએ જણાવ્યું હતું કે, લો પ્રેશરની અસર તેમજ પવનોની દિશા બદલાઇને નોર્થે- વેસ્ટની થતાં ઠંડીનો જોર ઘટ્યું છે. જ્યારે ડિસેમ્બર મહિનામાં ઉત્તરના ઠંડા પવનો ફુંકાવાનું ચાલુ થતા ઠંડીની તીવ્રતા વધશે. હવામાન વિભાગના ફોરકાસ્ટ મુજબ શહેરમાં સોમવારના રોજ ગરમીનો પારો 34.3 ડિગ્રી અને ઠંડીનો પારો 22.8 ડિગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...