પરીક્ષામાં છબરડો:હોલ ટિકિટ જનરેટ ના થતાં બાંહેધરી લઇને વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઇ

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • આર્ટસ ફેકલ્ટીમાં MAની પરીક્ષામાં 40 વિદ્યાર્થીઓની પરીક્ષામાં છબરડો
  • BAની પરીક્ષા મોકુફ કરી હતી ત્યારે MAની પરીક્ષા મોકુફ કરવાની માંગ સ્વીકારાઇ નહી

MSUની આર્ટસ ફેકલ્ટીમાં એમએની પરીક્ષામાં 40 વિદ્યાર્થીઓને વગર હોલ ટીકીટે પરીક્ષા આપી હતી. છેલ્લા સમય સુધી વિદ્યાર્થીઓની હોલ ટીકીટ જનરેટ ના થતાં વિદ્યાર્થીઓ પાસેથી બાંહેધરી પત્રક લઇને પરીક્ષામાં બેસવા દેવાયા હતા. બીએની પરીક્ષા મોકુફ કરી હતી તે સમયે જ એમએની પરીક્ષા પણ મોકુફ કરવાની માંગ સ્વીકાઇ ના હતી.

આર્ટસ ફેકલ્ટીમાં એમએની પરીક્ષા 7 જાન્યુઆરીથી શરૂ થઇ હતી. અગાઉ બીએ સેમિસ્ટર 3 ની પરીક્ષા પણ 7 તારીખથી જ શરૂ થતી હતી. જોકે વિદ્યાર્થીઓની ફી ભરાઇ ના હોવાના મુદે વિદ્યાર્થી સંગઠનોએ આંદોલન કરતા પરીક્ષા પાછી ઠેલવાનો વારો આવ્યો હતો. જોકે એમએની પરીક્ષા પાછી ઠેલવામાં આવી ના હતી.

જેના કારણે 7 જાન્યુઆરીથી એમએની પરીક્ષા લેવાઇ હતી. જોકે એમની પરીક્ષામાં 50થી 60 વિદ્યાર્થીઓની હોલ ટીકીટ ડાઉનલોડ થઇ ના હતી. પરીક્ષા શરૂ થતા પહેલા અમુક વિદ્યાર્થીઓની હોલ ટીકીટ જનરેટ થઇ હતી.

જોકે 40 વિદ્યાર્થીઓની હોલ ટીકીટ જનરેટ ના થતાં થઇ શકી ના હતી. જેના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા ના આપી શકે તેવી સ્થિતીનું નિર્માણ થયું હતું. જોકે છેલ્લી ઘડીએ આ વિદ્યાર્થીઓને વગર નંબરે તથા વગર હોલ ટીકીટે પરીક્ષામાં બેસવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે વિદ્યાર્થીઓ પાસે બાંહેધરી પત્રક લખાવાયું હતું. જેના કારણે પાછળથી કોઇ વિદ્યાર્થી પરીક્ષા આપી નથી તે પ્રકારનો વિવાદ ના થાય.

ઉલ્લેખનીય છે કે બીએ 5 ની પરીક્ષામાં પણ આ જ પ્રકારે 30 થી 35 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકયા ના હતા. જોકે આ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી ના હતી. જેના પગલે વિદ્યાર્થીઓ સાથે વ્હાલાદોવલાની નિતી કરવામાં આવી હોય તેવી લાગણી વિદ્યાર્થીઓ અનુભવી રહ્યા છે.

એન્ડ સેમ પરીક્ષામાં PRN પર બારકોડ લગાવાયા
એમએના વિદ્યાર્થીઓની એન્ડ સેમ પરીક્ષા હોવાથી આ વિદ્યાર્થીની પરીક્ષા વગર હોલટીકીટ તથા રોલ નંબર થી લઇ લેવામાં આવી હતી. જોકે ઉત્તરવહી પર બારકોડ સ્ટીકર લગાવવું હોય છે. તે વિદ્યાર્થીઓની પીઆરએન નંબર પર લગાવવામાં આવ્યું હતું. હવે જયારે ઉત્તરવહી ચકાસણી કરવાની થશે ત્યારે વિદ્યાર્થીઓના જે રોલ નંબર આવશે તેની સાથે પીઆરએન નંબર મેચ કરવા પડશે અને તેના આધારે કયા વિદ્યાર્થીની ઉત્તરવહી છે તે જાણીને રોલ નંબર પ્રમાણે માર્ક મૂકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...