• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • As The Family Leaves The Old Man As The Tea Is Spilled, The Mother Who Has Been Out In The Cold For 20 Hours Gives Gifts To Her Sons.

ભાસ્કર વિશેષ:ચા ઢોળાતાં પરિવાર વૃદ્ધાને છોડીને જતો રહ્યો, 20 કલાક ઠંડીમાં ઠૂઠવાયેલાં માતાનો શી ટીમે પુત્રો સાથે ભેટો કરાવ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તરછોડનારા પુત્રોની બદનામી ન થાય તે માટે વૃદ્ધા પોલીસ સમક્ષ કંઇ ન બોલ્યાં
  • વૃદ્ધાનો મોબાઇલ મ‌ળતાં દીકરાનો સંપર્ક થઇ શક્યો

પરિવાર સાથે ફરવા આવેલા વૃદ્ધાથી ચા ઢોળાઈ જતા સ્ટેશન પાસે પરિવાર તેમને તરછોડીને જતો રહેતા જન મહેલ કોમ્પ્લેક્સમાં આવેલા ફરસાણ વાળાએ તેઓની ઠંડીમાં ઠૂઠવાઇ રહેલા વૃદ્ધાની 20 કલાક કાળજી રાખી હતી અને બાદમાં શી ટીમને વૃદ્ધા વિશે જાણ કરતા શી ટીમે પરત વૃદ્ધાને પરિવારને સોંપ્યા હતા.

શી ટીમે વૃદ્ધાની પુછતાછ કરી હતી પરંતુ દિકરાની બદનામી ન થાત તે આશયે તેમણે કંઈ જ જણાવ્યું નહોતુ. અભયમની ટીમે તેઓનું 1 કલાક કાઉન્સેલીંગ કર્યું હતુ અને વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ વૃદ્ધાએ કોઈ પ્રતિસાદ ન આપતા તેઓને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને તેઓનું કાઉન્સેલીંગ કર્યું હતું.

વૃદ્ધા શી ટીમને પોતાનો ફોન આપતી નહોતી જેથી શી ટીમે વૃદ્ધાને વિશ્વાસમાં લઈને મોબાઈલ મેળવ્યો હતો અને તેમના દિકરાને ફોન કરીને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા અને ઓળખ મેળવીને વૃદ્ધાને દીકરાને સોંપ્યા હતાં.

દીકરાએ માતા માનસિક બીમાર હોવાનું જણાવ્યું
ચા ઢોળાઇ જવા જેવી સામાન્ય બાબતમાં જન્મ આપનાર માતાને સંતાનોએ રસ્તે રઝળતે છોડી દીધી હતી. માહિતી મળતા વૃદ્ધાના પુત્રોને સયાજીગંજ પોલીસ સ્ટેશનની શી ટીમે પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા અને વૃૃદ્ધા આ રીતે આખી રાત રસ્તા પર કેમ બેઠા હતા તે અંગે પૂછપરછ કરવામાં આવતા પુત્રોએ પોતાની માતાને માનસિક રોગી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...