• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • As The Effects Of The Western Disturbances Subside, Temperatures Will Rise To 41 Degrees Celsius, With City Temperatures Surpassing 41 Degrees Celsius

ત્રાહિમામ્:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતાં કાલથી ગરમી વધશે,​​​​​​​ શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દિવસ દરમિયાન 9 કિમીની ઝડપે પવનો ફૂંકાયા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે શહેરમાં છેલ્લા એક સપ્તાહથી ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. જોકે શનિવારે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થઈ ગયો હતો. જ્યારે બપોરના સમયે લૂના કારણે લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. રવિવારે પણ ગરમીનો પારો 41 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે. શનિવારના રોજ બપોરના સમયે મેદાની વિસ્તારો જેવા કે નવલખી મેદાનમાં ધૂળની ડમરીઓ પણ ઊડતી દેખાઈ હતી. આ ઉપરાંત લૂ લાગવાથી લોકો ભરબપોરે બહાર નીકળવું જ પડે તેમ હોય તો જ નીકળ્યા હતાં.

પશુ-પંખી રોડની એક તરફ ક્યાંક પાણી ભરાયેલું હોય ત્યાંથી પાણી પીને તરસ છીપાવતા પણ નજરે ચઢ્યાં હતાં. હવામાન વિભાગના ફોરકાસ્ટ મુજબ શહેરમાં શનિવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 41.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 27.6 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 48 ટકા અને સાંજે 26 ટકા નોંધાયો હતો. પશ્ચિમની દિશાથી 9 કિમીની ઝડપે પવનો ફુંકાયા હતા. શહેરમાં રવિવારે પારો 41 ડિગ્રી થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...