તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લવ જેહાદનો પ્રથમ કેસ:યુવતીએ સોગંદનામું કરતાં જ પોલીસે 15 દિવસથી ફરાર 4 આરોપીને પકડ્યાં

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સમીર કુરેશીનાં માતા-પિતા, બહેન અને મિત્રની ધરપકડ, કાઝીને પણ પકડી લેવાયો
  • આરોપીઓને શોધવા પોલીસના બાલાશિનોર અને હાલોલમાં દરોડા

શહેરમાં નોંધાયેલા રાજ્યના પ્રથમ લવ-જેહાદ કેસમાં ફરિયાદી મહિલાએ સોગંદનામું રજૂ કરી તેણે માત્ર પતિ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ આપી હોવાનું જણાવી તેની વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ થઈ હોવાનું જણાવ્યા બાદ આ કેસના આરોપી એવા તેના સાસુ સસરા અને નણંદ સહિતના 4 આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા હતા અને તેમને વધુ તપાસ માટે એસ.સી એસ.ટી સેલના તપાસ અધિકારીને સોંપ્યા હતા.

ગોત્રી પોલીસ સ્ટેશનમાં રાજયનો પહેલો લવ જેહાદ કેસ નોંધાતા આરોપી સમીર કુરેશીના માતા પિતા સહિત 4 જણા ફરાર થઇ ગયા હતા.યુવતીઅે સોગંદનામુ કરીને પતિ વિરુદ્ધ શારીરીક માનસિક ત્રાસ ગુજારવાની ફરિયાદ આપી હોવાનું જણાવ્યું હતું. આ સોગંદનામાના ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીના પિતા અબ્દુલ મગદુનીભાઇ કુરેશી , માતાફરીદા અબ્દુલ કુરેશી (બંને રહે, આદર્શનગર, તરસાલી), બહેન રુકસાર અબ્દુલ કુરેશી (રહે, હાલોલ) અને મિત્ર નૌશાદ રસુલ શેખ (રહે, હાલોલ)ને બાલાશિનોર અને હાલોલમાં દરોડા પાડી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી એસીપી એસ.સી એસ.ટી સેલને સોંપ્યા હતા. પૂર્વ મંજૂરી વગર નિકાહ કરાયા હોવાનું બહાર આવતાં પોલીસે ગોસિયા મસ્જિદના કાજી ઇસ્લામુદ્દીન શેખની પણ ધરપકડ કરી છે. સમીરની બહેન રુખસારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

164ના નિવેદન બાદ યુવતીએ સોગંદનામું રજૂ કરતાં તર્કવિર્તક
લવ જેહાદનો કેસ નોંધાવનારી યુવતીએ 164 મુજબનું નિવેદન નોંધાવ્યાં બાદ અદાલતમાં સોગંદનામુ રજૂ કરી તેણે ફરિયાદમાં જણાવેલા કોઇ આક્ષેપ કર્યાં નથી અને તે પતિ સાથે જ રહેવા માંગતી હોવાનું જણાવતાં આ મામલો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

164ના નિવેદન બાબતે વકીલોએ જણાવ્યું હતું કે, 164નું નિવેદન અને યુવતીએ કરેલા સોગંદનામાને હાલના તબક્કે કોઇ લેવાદેવા નથી કારણ કે, 164નું નિવેદન સીલબંધ કવરમાં હોય છે અને તે ટ્રાયલ સમય જ ખોલવામાં આવે છે એટલે 164ના નિવેદનમાં યુવતીએ શુ જણાવ્યું છે તે હાલના તબક્કે કહી શકાય નહીં.

બીજી તરફ યુવતીએ આરોપીની જામીન અરજીમાં સોગંદનામુ રજૂ કરી તે પતિ સાથે રહેવા માંગતી હોવાનું અને તેણે તો માત્ર માનસિક અને શારિરીક ત્રાસની જ ફરિયાદ આપી હોવાનું જણાવી લવ જેહાદ સહિતના તમામ આક્ષેપો નકારી કઢાતાં આ મામલો વકીલોમાં પણ હાલ ભારે ચર્ચાઇ રહ્યો છે. હવે એ જોવાનું રહે છે કે, આ કેસમાં આરોપીને જામીન મળે છે કે કેમ ?

સોગંદનામું કર્યું કે કરાવાયું? સરકારની ગુપ્તરાહે તપાસ
લવ જેહાદનો કાયદો રાજ્યમાં લાગુ થયા બાદ પ્રથમ કેસ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જે યુવતીએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી તે યુવતીએ જ અદાલતમાં તરફેણમાં સોગંદનામુ રજૂ કરતાં ભારે ચકચાર મચી જવા પામી છે. રાજયનો લવજેહાદનો પ્રથમ કેસ હોવાથી સરકારે ગુપ્તરાહે તપાસ હાથ ધરી છે. યુવતીએ સોગંદનામુ પોતે કર્યું છે કે કોઇએ તેની પાસે કરાવ્યું છે તેની તપાસ કરાવાઇ રહી છે. શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે સહિતના નેતાઓને સરકારે મેદાનમાં ઉતાર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવતીએ ફરિયાદ નોંધાવ્યા બાદ સોગંદનામુ કર્યા સુધીના દિવસોમાં કોની સાથે સંપર્ક થયો, શું ઘટના ક્રમ ઘટયો, પોલીસની શું ભૂમિકા રહી તે સહિતના પાસાઓ અંગે સરકારને રિપોર્ટ કરવા સૂચના અપાઇ હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...