તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામું:આજથી ખાનગી હોસ્પિટલો સિટી સ્કેનના 2500થી વધુ નહીં લઈ શકે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સિટી સ્કેન માટે સરકારી હોસ્પિટલોમાં રૂ.1200નો દર નક્કી કરાયો
 • ડો. વિજય શાહની દરમિયાનગીરી બાદ ઓએસડીનું જાહેરનામું

કોરોનામાં લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને કેટલાક સિટી સ્કેન સેન્ટરો આડેધડ ચાર્જ વસૂલતા હતા. તેમના પર અંકુશ મૂકવા માટે તંત્ર દ્વારા હાઇરિઝોલ્યૂશન સિટી સ્કેનના ભાવ નક્કી કરવામાં આવ્યાં છે. આ નિયત ભાવથી વધુ કોઇ વ્યક્તિ કે સેન્ટર ભાવ વસૂલશે તો તેની સામે દંડનીય કાર્યવાહી થશે. સરકારી હોસ્પિટલો એટલે કે ગોત્રી અને એસએસજી ખાતે સિટી સ્કેનના રૂ.1200નો ચાર્જ લેવામાં આવશે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં રૂ. 2500ની મર્યાદા એક સિટી સ્કેન દીઠ નક્કી કરવામાં આવી છે.

આ નવા દર શુક્રવાર 26મી માર્ચથી જ લાગુ પડશે. કોરોના ઓએસડી ડો. વિનોદ રાવે આ અંગેનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. હાલમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે લોકોને છાતીમાં સંક્રમણ છે કે નહીં તે જાણવા માટે સિટી સ્કેનના રિપોર્ટ કઢાવતા હોય છે. કેટલાક પરિવારમાં તો એક કરતા વધુ લોકોને સિટી સ્કેન કરાવવાની જરૂરિયાત ઊભી થાય છે. આ માટે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ઇમેજિંગ સેન્ટરો અને લેબમાં લાઇનો પણ લાગતી હતી. કેટલાક સેન્ટરો પણ રવિવારે વધુ ચાર્જ વસૂલતા હતા. જેની સામે લોકોમાં પણ અસંતોષ ફેલાયેલો હતો. શહેરમાં ત્યારે સિટી સ્કેનના ભાવમાં અંકુશ લોકોને રાહત અપાવશે. ઉલ્લેખનીય છે કે ભાજપના શહેર પ્રમુખ ડો. વિજય શાહે આ ભાવ મર્યાદામાં આવે તે માટે અગાઉ પણ રજૂઆત કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, સિટી સ્કેનના ભાવ હોસ્પિટલોમાં કોઇ નિયત ન હતા પણ કોરોના મહામારી હોવાના પગલે તંત્ર દ્વારા સિટી સ્કેનના ભાવ નક્કી કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો