ભાસ્કર વિશેષ:વડોદરા શહેર-જિલ્લામાં 2017 સુધીમાં 38 મહિલા ઉમેદવાર વિધાનસભાની ચૂંટણી લડી, માત્ર 6 મહિલાઓ જ જીતી હતી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજ્યમાં 50 વર્ષમાં વિધાનસભાની ચૂંટણીઓમાં રાજ્યમાં 678 મહિલાઓએ ઉમેદવારી કરી

રાજ્યમાં વર્ષ 1962થી 2012 સુધી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાં 678 મહિલા ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. જ્યારે વડોદરા શહેર-જિલ્લાની બેઠકો પર 38 મહિલા ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા જેમાંથી 2017 સુધીમાં માત્ર 6 મહિલા ઉમેદવારો જીતી છે. વર્ષ 1972માં રાજ્યમાં 21 મહિલા ઉમેદવાર પૈકી કરજણમાંથી કોંગ્રેસની ટિકિટ મેળવનાર મહિલા ઉમેદવાર જીત્યા હતા.

વર્ષ 1962માં 154 વિધાનસભાની બેઠકો હતી. જેમાં 19 મહિલાને ટિકિટ આપાતા 19 પૈકીની 11 મહિલા ઉમેદવારોએ જીતી હતી.જોકે વડોદરા શહેરની 3 અલગ અલગ બેઠકો પર 16 ઉમેદવારો ઊભા કરાયા હતા. જેમાંથી એક પણ મહિલા ઉમેદવાર ન હતી. 1972માં 168 બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં 21 મહિલા એ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જેમાં માત્ર એક મહિલાએ કરજણ બેઠક પરથી જીત મેળવી હતી.

વર્ષ 2017માં રાજકીય પાર્ટીઓએ સૌથી વધુ 126 મહિલા ઉમેદવારોનું ચૂંટણી માટે ચયન કર્યુ હતું. શહેર જિલ્લામાં વર્ષ 2012માં સૌથી વધુ 10 ઉમેદવાર નોંધાયા હતા. જેમાં ભાજપના મનીષાબેન વકીલની જીત થઈ હતી. જ્યારે કોંગ્રેસના જયશ્રીબેન સોલંકીની હાર થઈ હતી. શહેરની સિટી બેઠક પર 2, માંજલપુરમાં 3, પાદરા-કરજણ-રાવપુરા-અકોટા અને સયાજીગંજમાં 1-1 ઉમેદવારોએ કિસ્મત અજમાવી હતી.

શહેર-જિલ્લામાં વિજેતા થયેલાં મહિલા ઉમેદવારો
વર્ષરાજ્યજીતશહેર-જિલ્લોજીત
ઉમેદવારોઉમેદવારો
1962191121
196714800
197221111
197514300
198024520
1985421631
199053470
199594260
199849430
2002371210
2007881640
20129716101
201712613122

1962માં 11 મહિલા ઉમેદવાર જીતી હતી

વર્ષ 1962માં સૌપ્રથમ ડભોઈમાં કોંગ્રેસે ભાનુબેન પટેલને ચૂંટણી લડાવી હતી. જેમાં તેઓ જીત્યાં હતાં. ત્યારબાદ 1972માં કરજણ બેઠક પર પાર્વતીબેન રાણાએ જીત મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...