ભાસ્કર વિશેષ:બુધનો પશ્ચિમ દિશામાં ઉદય થતાં મેષ, કર્ક, મિથુન, વૃષભ અને સિંહ રાશિના જાતકોના માન-સન્માનમાં વધારો થશે

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બુધ ગ્રહનો 12 સપ્ટેમ્બર 2022 સુધી ઉદય રહેશે,તમામ જાતકોને લાભના સંકેત

જ્યોતીશ શાસ્ત્રમાં બુધ ગ્રહને બુધ્ધિ આપનાર, વ્યાપાર અને વાણીનો ગ્રહ સાથે ગ્રહોનો રાજકુમાર ગણવામાં આવ્યો છે. બુધ ગ્રહ 16 જુલાઈની રાત્રે 12:11 કલાકે કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. બુધ ગ્રહનો 9 જુલાઈના રોજ પૂર્વ દિશામાં અસ્ત થયેલો છે. જ્યારે 27 જુલાઈના રોજ પશ્ચિમ દિશામાં બુધ ગ્રહનો ઉદય થયો છે.

આમ બુધ ગ્રહનો 12 સપ્ટેમ્બર 2022 સુધી ઉદય રહેશે. બુધના ઉદયને પગલે મેષ, કર્ક, મિથુન અને સિંહ રાશિના જાતકોને ધન, કિર્તી અને માન-સન્માનમાં વધારો થશે. ગાયત્રી ઉપાસક હર્ષદબાપાએ જણાવ્યું હતું કે, કોઈ પણ ગ્રહ સુર્યની ખુબ જ નજીક આવે છે ત્યારે અસ્ત થાય છે. અને તેની શક્તિ સમાપ્ત થાય છે. ગ્રહ સુર્યથી દૂર થાય છે ત્યારે તે ઉગે છે જેથી તેનો ઉદય થવાથી પ્રભાવ દેખાડે છે.

બુધના ઉદયની 12 રાશિના જાતકો પર શું અસર વર્તાશે

મેષ : માતાથી વધુ લાભ મળે. અટવાયેલા રૂપીયા પરત મળે.

વૃષભ : નોકરી-ધંધામાં પ્રગતિ, પ્રમોશન મળે, પગાર વધે,

મિથુન : રૂપીયા અને બોલીની વાહ વાહ કરાવશે. અચાનક ધનલાભ

કર્ક : શારીરીક સુખાકારી, માન-સન્માન-મોભો કિર્તી પ્રાપ્ત કરાવે.

સિંહ : આર્થિક ખર્ચ વધશે, બુધ્ધિ શક્તિથી માન-સન્માન વધશે.

કન્યા : મનવાંચ્છિત કાર્યોમાં સફળતા મળે, ધનલાભ મળશે.

તુલા : નોકરી-ધંધામાં પ્રગતિ અને લાભ. નોકરીનીે નવી ઓફર મળે.

વૃશ્ચિક : સંપત્તિનો લાભ પ્રાપ્થ થશે, સગપણ સધાય. પ્રવાસનો લાભ

ધન : આવકમાં સુધારો થશે. નવીન જવાબદારી મળે. શારીરીક ચિંતા રહે, માનસિક ભારણ વધશે.

મકર : રૂપીયા ખુબજ પ્રાપ્ત થશે, દામ્પત્ય જીવનમાં સુખાકારી પ્રાપ્ત થશે, કોર્ટ-કચેરની કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય.

કુંભ : તબીયત અંગે ચિંતા રહે, રિપોર્ટ નિલ આવે. વંશ અને વારસાગત મિલકતનો લાભ મળશે. દોડધામ વધે. નવીન કાર્ય થાય.

મીન : આર્થિક લાભ મળે, વિદેશ જવાની ઈચ્છા ફળશે. બાળકોની ચિંતા દુર થાય,વિશેષ આનંદ મળશે.

અન્ય સમાચારો પણ છે...