તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:દોઢ લાખ ભાડું વસૂલાતાં એરપોર્ટ સ્થિત 11 સ્ટોર બંધ કરી દેવા પડ્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનામાં એક જ ફ્લાઇટ ચાલુ હોવાથી સ્ટોરધારકોને ફટકો - Divya Bhaskar
કોરોનામાં એક જ ફ્લાઇટ ચાલુ હોવાથી સ્ટોરધારકોને ફટકો
  • કર્મીઓનો પગાર માંડ નીકળે ત્યાં તોતિંગ ભાડું ક્યાંથી પોષાય?

વડોદરા એરપોર્ટ ખાતે કોરોના મહામારી દરમિયાન પણ સ્ટોરધારકો પાસે મહિને દોઢ લાખ જેટલું આકરું ભાડું વસૂલવામાં આવતાં 15 પૈકી 11 સ્ટોર બંધ થઈ ગયા છે. શુક્રવારે એક રેસ્ટોરન્ટ સંચાલકે પોતાનો સામાન ખસેડી આપવીતી વર્ણવી હતી.વડોદરા એરપોર્ટ પર કોરોના મહામારી અગાઉ રેસ્ટોરન્ટ અને અન્ય દુકાનો મળી કુલ 15 ઉપરાંત સ્ટોર કાર્યરત હતા. જ્યારે 22 ફ્લાઇટ કાર્યરત હતી અને વર્ષ 11 લાખ મુસાફરોની અવરજવર હતી ત્યારે મહિને ભાડું 4 લાખ હતું, જ્યારે કોરોનામાં માત્ર 1 ફ્લાઇટ અને વર્ષે માંડ 2.60 લાખ જેટલા મુસાફરો આવતા હતા છતાં મહિને દોઢ લાખ જેટલું ભાડું લેવાતું હતું.

રેસ્ટોરન્ટ સંચાલક શુભમ મંડલોઇએ જણાવ્યું હતું કે, કોરોનામાં એક કર્મચારીનો પગાર નીકળે એટલી પણ આવક નહોતી ત્યારે એરપોર્ટને તોતિંગ ભાડું ચૂકવવાનું શક્ય નહોતું.એરપોર્ટ ઓથોરિટીએ આ અંગે જણાવ્યું હતું કે, ભાડા અંગે દિલ્હી એરપોર્ટ ઓથોરિટી નક્કી કરે છે.

જે કેટેગરીનું એરપોર્ટ હોય તે મુજબ ભાડું અને મુસાફરોની અવરજવરના હિસાબે છૂટછાટ પણ દિલ્હીથી જ નક્કી થાય છે.ઉલ્લેખનીય છે કે, વડોદરા રેલવે સ્ટેશન ખાતે મુસાફરોનો રોજનો 90 હજારનો ફૂટફોલ હોવા છતાં મહિને 1 લાખ રૂપિયા ભાડું વસૂલવામાં આવે છે, જેમાં કોરોના દરમિયાન છૂટ આપવામાં આવી છે ત્યારે બીજી તરફ એરપોર્ટ ખાતે આવી કોઇ છુટ આપવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...