તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • As Far As CM's Teaching Tent: 1991 Tests Were Conducted At 11 Places But The Sum Of Daily Tests Decreased By 38 Instead Of Increasing.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરામાં CMની શીખામણ તંબુ સુધી:11 સ્થળે 1991 ટેસ્ટ કર્યા પણ રોજિંદા ટેસ્ટનો સરવાળો વધવાને બદલે 38 ઘટ્યો

વડોદરા5 દિવસ પહેલા
 • કૉપી લિંક
કોરોના ટેસ્ટિંગ માટે લાગેલી લાઈનો - Divya Bhaskar
કોરોના ટેસ્ટિંગ માટે લાગેલી લાઈનો
 • શહેરમાં કોરોના બેકાબૂ છતાં ટેસ્ટનો કુલ આંક 5500 આસપાસ રાખવા તંત્રના ધમપછાડા

શહેરમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે, ત્યારે આંકડાની માયાજાળ રચી લોકોને સબ સલામતના ભ્રમમાં રાખતાં તંત્રે ફરી આ રમત શરૂ કરાયાનું ચિત્ર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની રેપિડ ટેસ્ટ વધારવાની સૂચનાના અમલ બાદ ઉપસી રહ્યું છે. મંગળવારે વિધાનસભા દીઠ રેપિડ સેન્ટરો ઉભા કરવા 11 સ્થળે તંબૂ તણાયા હતા. દિવ્યભાસ્કરે 8 સેન્ટરો પર તપાસ કરતાં આ કામગીરી રોજિંદા ટેસ્ટ ઉપરાંતની હોવા છતાં ટેસ્ટિંગના કુલ આંકડામાં આશ્વર્યજનક રીતે કોઇ વધારો થયો ન હતો. તંબુઓના ટેસ્ટિંગમાં મગંળવારે 1991 ટેસ્ટિંગ કરાતા 78 પોઝિટિવ આવ્યા હતા. બીજી તરફ કુલ ટેસ્ટિંગ 5593 થયા હતા. જે સોમવારની સરખામણીએ 38 ઘટી ગયા હતા. સોમવારે 394 પોઝિટિવની સામે મંગળવારે 9 ઘટીને 385 પોઝિટિવ નોંધાયા હતા.

ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર રિપોર્ટ ઓછા થાય છે, તંબુ ટેસ્ટિંગ કરીને સરભર કરાયાની આશંકા,રેપિડમાં 10થી 30 ટકા પોઝિટિવ
મુખ્યમંત્રીની કોરોના ટેસ્ટિંગ વધારવાની જાહેરાત બાદ શહેરમાં મંગળવાર સુધીમાં કુલ 11 સ્થળોએ તંબુ ઊભા કરીને ટેસ્ટિંગ કરવામાં આવ્યાં હતા. આ તંબુઓના ટેસ્ટિંગમાં મગંળવારે 1991 ટેસ્ટિંગ થયા હતા. બીજી તરફ સોમવારે કુલ ટેસ્ટિંગ 5631 થયા હતા. જેની સામે આ તંબુ ટેસ્ટિગ થયા બાદ પણ કોરોનાનું કુલ ટેસ્ટિંગ 5593 નોંધાયું હતું. એટલે કે 38નો ઘટાડો નોંધાયો હતો. જ્યારે પોઝિટિવ દર્દીઓમાં પણ 9નો ઘટાડો નોંધાયો છે. આ હાલત જોતાં કોરોના રેપિડ ટેસ્ટિંગમાં પણ આગોતરું આયોજન તંત્ર દ્વારા થઇ રહ્યું હોવાનું સ્પષ્ટ થાય છે. પાલિકાએ ટેન્ટ તો બાંધી દીધા પણ સ્થળની પસંદગી ઉનાળાને ધ્યાનમાં રાખીને ન કરી હોવાથી લોકોને તડકામાં ઊભા રહેવાનો વારો આવે છે.

ઉમા ચાર રસ્તા : 250થી વધુ લોકોના ટેસ્ટ કરાયા
​​​​​​​વાઘોડિયા રોડના ઉમા ચાર રસ્તા પાસે પણ ટેન્ટ બાંધીને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ આખો દિવસ લોકોના રેપિડ ટેસ્ટ કર્યા હતા. સવારથી સાંજ સુધી આ કેમ્પ ખાતે 250થી વધુ લોકોએ લાઇનમાં ઊભા રહીને કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. કુલ કેટલા પોઝિટિવ આવ્યા તેની માહિતી અપાઇ ન હતી.

મુક્તાનંદ : રેપિડ ટેસ્ટમાં 29 પોઝિટિવ
મુક્તાનંદ ત્રણ રસ્તા ખાતેના કેમ્પમાં બપોરે 12.30 વાગ્યા સુધી 101 જેટલા લોકોએ રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવ્યો હતો, જેમાંથી 29 જેટલા લોકો પોઝિટિવ આવ્યા હતા. મુક્તાનંદ ખાતે આયોજનનો અભાવ જોવા મળ્યો હતો.જેને લઇને ભીડ જામતી હતી.

તુલસીધામ ચાર રસ્તા : ભરબપોરે કેમ્પ પર ટોળું
તુલસીધામ ચાર રસ્તા પર લગાવવામાં આવેલા રેપિડ એન્ટીજન ટેસ્ટના તંબુની બહાર ભર બપોરે તડકામાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ટેસ્ટ કરનાર કર્મચારીએ પીપીઈ કીટ પહેર્યા વિના જ ત્યાં આવતા રેપિડ ટેસ્ટ કરી રહ્યાં હતા.

ન્યાયમંદિર : 1 દિવસમાં 10 પોઝિટિવ દર્દી મળ્યા
​​​​​​​ન્યાય મંદિરની બહાર જ રેપિડ ટેસ્ટના કેમ્પમાં સવારે 10 થી 1 અને બપોરે અઢી થી સાંજે 5 વાગ્યા સુધી કેમ્પ ચાલ્યો હતો.જેમાં પ્રથમ દિવસે 70 લોકોએ પરીક્ષણ કરાવ્યું હતું અને તેમાંથી દર 7એ એક એમ કુલ 10ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

છાણીજકાત નાકા : ટોકન ન અપાતાં કચવાટ
છાણી જકાતનાકા પાસેનો તંબુ નાનો હોવાથી રેપિડ ટેસ્ટ કરાવવા આવતા લોકોને તડકામાં ઊભા રહેવાની ફરજ પડી હતી. અહીં આસપાસ ઘટાદાર વૃક્ષો છે. જો ટોકન આપવામાં આવે તો લોકો અહીં ટોકન લઇને વૃક્ષ નીચે છાંયડામાં ઊભા રહી શકે તેવી લાગણી દર્શાવી હતી.

ખંડેરાવ માર્કેટ : 90 ટેસ્ટમાંથી 8 પોઝિટિવ
પાલિકાની વડી કચેરીથી માંડ 100 મીટરના અંતરેના કેમ્પમાં સવારે 10 થી 1 અને બપોરે 4 થી 6 વાગ્યા સુધીમાં 90 લોકોએ જાતે પરિક્ષણ કરાવ્યું હતું અને તેમાં 8 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આમ સરેરાશ 11 લોકોના ટેસ્ટિંગમાં એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

માણેકપાર્ક : 146 લોકોના ટેસ્ટ કરાયા
​​​​​​​માણેકપાર્ક પાસેના કેમ્પમાં બપોરે 12.25 વાગ્યા સુધીમાં 146 લોકોના રેપિડ ટેસ્ટ કરાયા હતા. જોકે કેટલા પોઝિટિવ આવ્યા તે માહિતી અપાઇ ન હતી. તાપમાં વૃદ્ધો માટે બેસવાની વ્યવસ્થા ન હોવાથી નજીકના વૃક્ષના છાંયડામાં બેસવુ પડયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો