તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમધમાટ:કોરોના ધીમો પડતાં એરપોર્ટે ગતિ પકડી 10 ફ્લાઇટમાં 1200 મુસાફરોની ઉડાન

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેબ્રુઆરી બાદ જુલાઇના પહેલા રવિવારે એરપોર્ટ પર ધસારો
  • ત્રણ ફ્લાઇટના મુસાફરો એક સાથે આવતાં વાહનોની કતાર જામી

કોરોનાની બીજી લહેર ધીમી પડતાં વડોદરા એરપોર્ટે ગતિ પકડી છે. ફેબ્રુઆરી મહિના બાદ ફરી એક વખત રવિવારે વડોદરાથી 10 ફ્લાઇટનું સંચાલન કરવામાં આવ્યું હતું. શનિવારે 1 હજાર મુસાફરો બાદ રવિવારે તેનો આંક આગળ વધીને 1200 મુસાફર સુધી પહોંચ્યો હતો. વડોદરા એરપોર્ટ પર બપોરે પેસેન્જરોને લેવા-મૂકવા આવેલાં વાહનોને પગલે એક તબક્કે ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં.

કોરોનાની બીજી લહેરમાં માત્ર એક ફ્લાઈટનું સંચાલન કરી 40 વર્ષ જૂની યાદ તાજી થઈ હતી. ફેબ્રુઆરી મહિનામાં કોરોનાની પ્રથમ લહેર પૂરી થતાં ફરી એક વખત મુસાફરોનો વિશ્વાસ વધતાં 2 હજાર મુસાફરો સાથે એરપોર્ટ ધમધમતું થયું હતું. ત્યારબાદ શૂન્યાવકાશ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, જેને પગલે સ્ટોર બંધ કરવાની પણ ફરજ પડી હતી.

જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં રવિવારે બેંગલોર, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ મળી કુલ 5 ફલાઈટ આવી હતી, જ્યારે 5 ફ્લાઈટ પરત ગઇ હતી, જેને પગલે બપોરે 3 ફ્લાઇટના મુસાફરો એક સાથે આવતાં એરપોર્ટ પરિસરમાં વાહનોની કતાર જામી હતી. પાર્કિંગ સંભાળતા કર્મચારીએ જણાવ્યા મુજબ 8 મિનિટ કરતાં વધુ સમય ટ્રાફિક જામમાં વાહનો અટવાતાં તેમને પૈસા લીધા વગર જવા દેવામાં આવ્યાં હતાં. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, મુંબઈની 1 એકસ્ટ્રા ફ્લાઇટ રદ કરવામાં આવી હતી, જ્યારે ઈન્ડિગો દ્વારા દિલ્હી માટે 180 મુસાફરના પ્લેન બદલે 210ની કેપેસિટીનું મોટું પ્લેન એરબસ 320 મગાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...