તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:સીએમએ ડિસેમ્બર 2020ના પરિણામમાં શહેરને નવા 30 સીએમએ મળ્યા, મોહિત વડોદરામાં પ્રથમ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ICAI દ્વારા CMA ફાઇનલ અને CMA ઇન્ટરમીડિએટનું પરિણામ જાહેર કરાયું

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઇસીએઆઇ) દ્વારા ડિસેમ્બર-2020 માં લેવામાં આવેલી સીએમએ ફાઉન્ડેશન અને ઇન્ટમિડિયેટનું પરિણામ જાહેર કરાયું હતું. જેમા બરોડાના 30 વિદ્યાર્થીઓએ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટની ડિગ્રી પ્રાપ્ત કરી છે અને કુલ 107 વિદ્યાર્થીઓએ સીએમએ ઇન્ટરની પરીક્ષા પાસ કરી હતી.

લોકડાઉનમાં વાંચીને પરીક્ષા પાસ કરી શક્યો
ધો. 12 થી મને કોસ્ટીંગમાં રસ હતો તેથી સીએમએ કરવાનું નક્કી કર્યું હતું. હવે હું આસિસ્ટન્સ ફાઇનાન્શિયલ પ્લાનર તરીકેની પરીક્ષા આપીને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની ફર્મ ખોલવા ઇચ્છુ છું. લોકાડાઉનમાં મળેલા સમયને લીધે પરીક્ષા પાસ કરી શક્યો.

પરીક્ષા સમય પર થતું રીવિઝન મદદરૂપ થયું
મારો મોટો ભાઇ સીએમએ છે અને મને તેની પાસેથી સીએમએ બનવાની પ્રેરણા મળી. પ્રથમ એટેમ્પ્ટમાં ક્લિયર કર્યુ છે તેથી પ્લેસમેન્ટ થકી જોબ મેળવીશ. દિવસના 10 કલાક વાંચતી હતી અને પરીક્ષા સમયે રીવઝનને મહત્વ આપ્યું હતું.

પ્રેક્ટિકલ વિષય હંમેશા રાત્રે જ વાંચતો હતો
ધો 12 થી જ મે સીએમએ કરવાનુ નક્કી કર્યું હતું. જ્યારે મારો મુડ બનતો ત્યારે વાંચવાનું પસંદ કરતો હતો. રાત્રે પ્રેક્ટિકલ વિષયો કરતો હતો. જ્યારે લો વિષય 1 મહિના પહેલા વાંચ્યો હતો. ગેમિંગ અને બાઇક રાઇડીંગ મારી હોબી છે.

ભણવા સાથે જોબ કરી આર્થિક સંકટ દૂર કર્યું
​​​​​​​હું સીએમએની ઇન્ટર્નશીપ કરતો હતો ત્યારે મારા પિતાનું એક્સિડન્ટના લીધે મૃત્યુ નિપજ્યુ હતું. પિતાનો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ હતો. પિતા ગુજરી ગયા બાદ ઘરમાં આર્થીક સંકટ આવ્યું જેના દુર કરવા મે ભણવાની સાથે જોબ પણ ચાલુ જ રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો