મ.સ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે. 30 જૂન સુધી પ્રવેશ પ્રક્રિયા કરાશે, જેમાં વિદ્યાર્થીઓ ડોક્યૂમેન્ટ પણ જમા કરાવવાનાં રહેશે. જોકે ગુંબજનું સમારકામ ચાલુ હોવાથી આ વર્ષે પણ વિદ્યાર્થીઓ અન્ય બિલ્ડિંગમાં લેક્ચર ભરવાં પડશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવાયું છે. ગત વર્ષે 1700 વિદ્યાર્થીએ પ્રવેશ લીધો હતો.
દર વર્ષે 1200 થી 1500 વિદ્યાર્થી આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રવેશ લે છે. આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની પ્રવેશની સંખ્યા કેટલાંક વર્ષમાં વધી છે. 10 વર્ષ પહેલાં 700 થી 800 વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હતા, જે હવે ડબલ થઇ છે. આર્ટ્સ ફેકલ્ટી ચલાવાતા વિવિધ વિષયોમાં ભાષામાં ગુજરાતી, અંગ્રજી અને હિન્દીમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય છે, જ્યારે અન્ય વિષયોમાં ઓછી હોય છે.
ગુંબજનું સમારકામ 4 વર્ષથી ચાલી રહ્યું છે. કોરોનાકાળનાં 2 વર્ષ તો ઓનલાઇન એજ્યુકેશન હોવાથી વિદ્યાર્થીઓને કોલેજ આવવાની જરૂર નહોતી. જોકે હવે ઓફલાઇન શિક્ષણ શરૂ થયું છે ત્યારે વિદ્યાર્થીઓને અન્ય બિલ્ડિંગોમાં લેક્ચર ભરવાં પડશે.
કયા ડિપાર્ટમેન્ટમાં કેટલી બેઠકો છે?
ડિપાર્ટમેન્ટ | બેઠકો |
આર્કિયોલોજી | 130 |
ઇકોમોનિક્સ | 260 |
અંગ્રેજી | 260 |
જર્મન | 130 |
ગુજરાતી | 260 |
હિન્દી | 260 |
હિસ્ટરી | 130 |
લિંગ્વિસ્ટિક | 130 |
મરાઠી | 130 |
પર્શિયન | 130 |
ફિલોસોફી | 130 |
પોલિટિકલ સાયન્સ | 130 |
રશિયન | 130 |
સંસ્કૃત, પાલી | 130 |
સોશિયોલોજી | 130 |
જિયોગ્રાફી | 130 |
મેથેમેટિક્સ | 130 |
સાઇકોલોજી | 100 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.