વાસ્તવિકતા:આર્ટ્સ ફેકલ્ટીના વર્ગો હાલ શરૂ નહીં થઇ શકે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 11મીથી શિક્ષણ શરૂ કરવા સૂચના
  • કોમર્સ-સાયન્સનાં બિલ્ડિંગ હજી મળ્યાં નથી

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં 11 જુલાઈથી બીએ-એમએનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે ફેકલ્ટી ડીન દ્વારા સૂચના આપવામાં આવી છે. જોકે અન્ય ફેકલ્ટીઓની પરીક્ષા ચાલતી હોવાથી ક્લાસ શરૂ કરી શકાશે નહિ. અંદાજિત 1200 જેટલા વિદ્યાર્થીઓના વર્ગો શરૂ થવાના છે. બીજી તરફ અન્ય ફેકલ્ટીનાં બિલ્ડિંગ ઉપલબ્ધ ન હોવાથી હજુ સુધી ટાઇમ ટેબલ પણ બહાર પાડવામાં આવ્યું નથી.

મ.સ.યુનિ.ની આર્ટ્સ ફેકલ્ટીના ગુંબજનું સમારકામ ચાલી રહ્યું છે, જેના પગલે ફેકલ્ટી દ્વારા પોતાના વર્ગો કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીની બિલ્ડિંગો પર લેવામાં આવતા હોય છે. અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે કોમર્સનું યુનિટ બિલ્ડિંગ અને સાયન્સનું સી.વી.રામન બિલ્ડિંગ ઉપલબ્ધ નથી. જેના કારણે ડીને ભલે જાહેરાત કરી હોય પણ ઓફલાઇન ટીચિંગ હાલ શરૂ થાય તેમ નથી.

2 વર્ષ બાદ હોસ્ટેલમાં મેસ-કેન્ટીન શરૂ થશે
મ.સ.યુનિ. હોસ્ટેલ કેમ્પસમાં ચાલુ વર્ષથી વિદ્યાર્થીઓ રહેવા માટે આવી જશે. તમામ હોસ્ટેલોમાં પૂરતી સંખ્યા સાથે વિદ્યાર્થીઓ હોવાથી હોસ્ટેલમાં આવેલી મેસના કોન્ટ્રાક્ટ પણ આપી દેવાયા છે. અગાઉ કેટલીક હોસ્ટેલમાં હંગામી ધોરણે મેસ શરૂ કરી હતી, જોકે હવે તેને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર શરૂ કરવા મંજૂરી અપાઇ છે. બોયઝ હોસ્ટેલમાં 6 જેટલી અને ગર્લ્સ હોસ્ટેલમાં 3 મેસ શરૂ કરાશે. બાકીની મેસ તબક્કાવાર શરૂ કરાશે. મેસની સાથે કેન્ટીન પણ કાર્યરત થશે. ક્લીનિંગનો કોન્ટ્રાક્ટ પણ અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...