મ.સ.યુનિ. અને મિનિસ્ટ્રરી ઓફ કલ્ચર, ભારત સરકાર વચ્ચે દિલ્હી ખાતે બની રહેલા સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટાના નોલેજ પાર્ટનર તરીકે એમઓયુ કરાયું હતું. જેમાં યુનિવર્સિટીની ફાઇન આર્ટસ સહિતની ફેકલ્ટીઓનો સમાવેશ થાય છે. વડોદરાના કલાકારો દેશભરનાં ખ્યાતનામ સ્થળોની કૃતિને સેન્ટ્રલ વિસ્ટાની દીવાલો પર કંડારશે. મ.સ.યુનિ.ના વીસી વિજય શ્રીવાસ્તવે જણાવ્યું કે,સંસદ ભવનના નવા બિલ્ડિંગ માટે ભારતભરમાંથી આર્ટવર્ક બનાવાશે. ફાઇન આર્ટસ સહિતની ફેકલ્ટીઓ ભાગ લેશે.
કઇ કૃતિની પસંદગી કરવાની છે તેના રિસર્ચ અને તેને બનાવવામાં સમય જશે. યુનિવર્સિટી નોલેજ પાર્ટનર તરીકે એક્સપર્ટ તરીકે કામ કરશે. રાણીની વાવ, અડાલજની વાવ, વડનગરના કીર્તિ તોરણ સહિતની ગુજરાતની પ્રખ્યાત કૃતિઓમાંથી પસંદગી પામનાર કૃતિ સંસદ ભવનની દીવાલ પર લાગશે. પહેલાં રો વર્ક તૈયાર કર્યા બાદ જે પણ કલાકૃતિની પસંદગી થશે તેને સંસદ ભવનના પ્રવેશની દીવાલ પર કંડારાશે.
જ્યાંથી વીવીઆઇપી એન્ટ્રી છે ત્યાં આ કૃતિઓ જોવા મળશે. ભારતભરમાંથી વિવિધ સંસ્કૃતિની ઝાંખી કરાવતી કૃતિઓ દીવાલો પર લાગશે. જે એમઓયુ કરાયો છે તેમાં સંસ્કૃતિ, ટ્રેિેશનલ સ્ટડીઝ, વૈદિક સ્ટડીઝ, હિન્દુ સ્ટડીઝ, ભાતીગળ વાર્તા કથન, ઓરલ સ્ટડીઝ, મેન્યૂ સ્ક્રિપ્ટ લિપિ, પર્ફોર્મિંગ આર્ટ્સ સહિતના વિષયોનો સમાવેશ કરાયો છે.
દેશનાં પ્રખ્યાત સ્થળો પર રિસર્ચ કરાશે
ભારતભરમાં વિવિધ સ્થળો પર રિસર્ચ કરીને જે પણ પ્રખ્યાત જગ્યાઓ હશે તેની પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ કોર કમિટી દ્વારા કયા સ્થળનું આર્ટ વર્ક તૈયાર કરવું છે તે નક્કી કરીને વર્ક તૈયાર કરાશે. કમિટી દ્વારા જ સમગ્ર પ્રક્રિયા કરવામાં આવશે.
ફાઇન આર્ટ્સના પૂર્વ છાત્રોને પણ જોડાશે
ફાઇન આર્ટસ ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થીઓને પણ કામગીરીમાં જોડવામાં આવશે. ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓની સાથે પૂર્વ વિદ્યાર્થીઓ પણ આર્ટ વર્કના કામ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.