શહેરના યુવા ટેટૂ આર્ટિસ્ટ દ્વારા 3 થી 8 માર્ચ સુધી સતત 5 દિવસ એટલે કે 120 કલાક સુધી દિવસ-રાત ટેટૂ પાડીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા પ્રયાસ કરશે. ટેટૂ આર્ટિસ્ટ ઈશાન બિપીનભાઈ રાણા 120 કલાક દરમિયાન ટેટૂ પાડતાં 4 કલાકે 20 મિનિટનો આરામ કરી શકશે. આ કાર્યક્રમ શુક્રવારે બપોરે 3:30 કલાકે રાજપથ હોટલથી શરૂ થશે. ઈશાન રાણા 120 કલાક દરમિયાન 40 લોકો પર પોટ્રેટ, ઐતિહાસિક ઈમારત અને સર્વેશ્વર મહાદેવ જેવાં ટેટૂ બનાવશે.આર્ટિસ્ટ ઈશાન રાણાએ આ અગાઉ સતત 65 કલાક સુધી ટેટૂ બનાવવાનો વિક્રમ નોંધાવ્યો છે.
જે રેકોર્ડને 120 કલાક સુધી લઈ જવા પ્રયત્ન કરશે. તે છેલ્લાં 14 વર્ષથી ટેટૂ પાડે છે. ગોત્રી વિસ્તારમાં 8 વર્ષથી ટેટૂનો સ્ટુડિયો ચલાવે છે. તેમણે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં વિક્રમ સ્થાપિત કરવા જીડબ્લ્યુઆર સંસ્થાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ વિક્રમ નોંધાવવા માટે ઈશાન રાણા કેટલાંક અલગ-અલગ પ્રકારનાં ટેટૂ જેવાં કે, વ્યક્તિ ચિત્રનું ટેટૂ, ઐતિહાસિક ઇમારતનું ટેટૂ, લાઈન આર્ટ ટેટૂ, કોન ટેટૂ, ગુજરાતી સાહિત્ય ટેટૂ વગેરે બનાવશે. જેમાં તે પ્રથમ ટેટૂ લક્ષ્મી વિલાસ પેલેસનું ટેટૂ બનાવશે. તેમજ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વ્યક્તિચિત્ર (પોર્ટ્રેટ) બનાવશે. હેરીટેજની થીમ પર લક્ષ્મી વિલાસ પેલેસ, રાવપુરા ટાવર, સુરસાગર સ્થિત સર્વેશ્વર મહાદેવ વગેરેનાં ટેટૂ મુખ્ય આકર્ષણ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.