તસ્કરો બેફામ:રાત્રિ કર્ફ્યૂ શરૂ થતાં જ ગઠિયાઓ સક્રિય,ચોરી લૂંટના વધતાં બનાવથી પેટ્રોલિંગના ધજાગરા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કર્ફ્યૂ દરમિયાન સૂમસામ વિસ્તારના રસ્તાઓ ગઠિયાઓ માટે આશીર્વાદ સમાન

કોરોના મહામારીના કારણે શહેરમાં રાત્રિ કફર્યું શરૂ થતાં જ ગઠિયાઓની ગેંગ સક્રિય થઇ જતાં ચોરી લૂંટના વધતા બનાવોથી શહેર પોલીસ પેટ્રોલીંગના ધજાગરા ઉડી ગયા છે.શ હેરના કેટલાક વિસ્તારોતો એટલા સૂમશામ હોય છે કે રાતના સમયે કફર્ય્ું શરૂ થતાં રહીશો તો ઠીક પોલીસ પણ આવા વિસ્તારોમાં નજરે ચડતી નથી. જાણે પોલીસ એવું સમજે છે કે કફર્યું શરૂ થતાં સબ સલામત છે. સૂમશામ વિસ્તારના રસ્તાઓ ગઠિયાઓ માટે આશીર્વાદ સમાન બની ગયા છે.

કોરોનાગ્રસ્ત દંપતીના ઘરમાંથી રૂ.1.24 લાખની મતાની ચોરી, લક્ષ્મીપુરા રોડની સોસાયટીમાં બનેલો બનાવ

તસ્કર ઝડપાતા બે સપ્તાહ બાદ ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરની લક્ષ્મીપુરા રોડ પર રહેતો પરિવાર કોરોનાની સારવાર કરાવવા માટે ગોરવાની હોસ્પિટલમાં દાખલ થયો હતો. દરમ્યાન તેઓના બંધ મકાનમાં તસ્કરે રૂ. 1.24 લાખની મત્તાની ચોરી કરી હતી. પોલીસે તસ્કરને ઝડપી લેતા બનાવના બે સપ્તાહ બાદ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.પોલીસના જણાવ્યા અનુસાર શહેરના લક્ષ્મીપુરા રોડ પર આવેલી અનમોલ પાર્ક સોસાયટીમાં અશોકભાઈ પટેલ રહે છે. તેઓ આઈપીસીએલ કંપનીના નિવૃત કર્મચારી છે. ગત 20મી તારીખે તેઓ અને પત્ની મીનાક્ષીબેન કોરોના પોઝિટિવ આવ્યા હતા.

તેઓ ગોરવા ગામ નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. દરમ્યાન 27મી તારીખે તેઓના પાડોશીના ફોન દ્વારા જાણવા મળ્યું હતું કે તેમના ઘરમાં ચોરી થઈ છે. ત્યારબાદ 1મી મેના રોજ તેઓ રજા લઈ ઘરે આવ્યા હતા. જેમાં તપાસ કરતા મકાનમમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે તેઓ ત્યારબાદ હોમ ક્વોરન્ટાઈન હતા. દરમ્યાન તેઓને માહિતી મળી હતી કે લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ઝડપાયેલા તસ્કરે ચોરીની કબૂલાત કરી હતી. જેના આધારે પોલીસે બે સપ્તાહ બાદ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સ્કૂટર સવાર યુવતીની ચેઈન લૂંટી 2 મંકી માસ્કધારી ફરાર, સમા સાવલી રોડથી ફતેગંજ સુધી પીછો કર્યો

​​​​​​​કર્ફ્યૂ પ્રારંભે બનેલી ઘટનાથી પેટ્રોલિંગની પોલ ખુલી

શહેરમાં રાત્રિ કર્ફ્યૂ શરૂ થતાં પોલીસ તેના અમલ માટે તૈનાત જોવા મળે છે. ત્યારે કર્ફ્યૂના સમયે સમા સાવલી રોડથી ઘરે સ્કૂટર લઈ જઈ રહેલી યુવતીનો પીછો કરી મંકી માસ્ક પહેરેલા બે બાઇક સવાર શખ્સોએ ફતેગંજ મિલિટરી બોયઝ ચાર રસ્તા નજીક યુવતીના ગળામાં પહેરેલા 2 અછોડાની લૂંટ કરી હતી. ફતેગંજ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.શહેરના જુના છાણી રોડ સરદારનગર સામે આવેલા પિતૃછાયા એપાર્ટમેન્ટમાં મિતલબેન માઇકલ મેકવાન રહે છે. તેઓ મેડિકલ પ્રોડકટનું માર્કેટિંગ કરે છે. મંગળવારે તે બહેનની પુત્રી સાથે સમા સાવલી રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં ગયા હતા.

ત્યાંથી બહેનની પુત્રીને તેના ઘરે મૂકી રાત્રિ કર્ફ્યૂ શરૂ થતાં અાઠ વાગે ઘરે આવી રહ્યા હતા. તે સમયે ગોપીનાથજી હોસ્પિટલ નજીક ઉભેલા બે શખ્સોએ તેઓનો બાઇક પર પીછો શરૂ કર્યો હતો. ત્યારબાદ તેઓએ મિલીટરી બોયઝ ત્રણ ચાર રસ્તા નજીક પહોંચતા મંકી માસ્ક પહેરેલા બાઇક સવાર બે શખ્સો મિતલબેનમાં ગળામાંથી ત્રણ તોલાની સોનાની બે ચેઇન તોડી ફરાર થયા હતા. તેઓએ બુમરાણ મચાવતા ત્યાં લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફતેગંજ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...