તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલાનગરીમાં કલાકારો રઝળ્યાં:વડોદરામાં આર્ટ ગેલેરી ન મળતાં કલાકારોનો વિરોધ, 3 વર્ષમાં બીજીવાર સુરસાગર પાસેના ફૂટપાથ પર કલા પ્રદર્શનનું આયોજન કર્યું

વડોદરા3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફોટોગ્રાફર, પેઇન્ટિંગ, સ્કેચ આર્ટીસ્ટ અને શૃગાંર રંગોળી ગ્રૂપના 50 કલાકારો જોડાયા

વર્ષ 2016થી વડોદરાના કલાકારો પાસેથી બદામડીબાગ સ્થિત સ્વામિ વિવેકાનંદ આર્ટ ગેલેરી છીનવાઇ ગઇ છે. કલાકારોએ આર્ટ ગેલેરીનો હક મેળવવાની લડત માટે સુરસાગર પાસેના ફૂટપાથ પર તેમની કલાનું પ્રદર્શન કરી 3 વર્ષમાં બીજીવાર વિરોધ વ્યક્ત કર્યો છે. પ્રદર્શનમાં વડોદરા આર્ટિસ્ટ પરિવાર, ફોટોગ્રાફર્સ અસોસિયેશન, ફોટોગ્રાફર્સ ફ્રેન્ડ્સ, રંગોળી ગ્રૂપ અને બીજા અન્ય સિનિયર આર્ટિસ્ટ જોડાયા હતા. કલાકારોએ કહ્યું, 5 વર્ષથી નેતાઓ વચનો જ આપ્યાં કરે છે. હવે જ્યાં સુધી ગેલેરી નહીં બને, અમે ચૂંટણીઓમાં વોટ નહીં આપીએ.

કલેન્દુ મહેતા, કલાશિક્ષક સંઘ
કલેન્દુ મહેતા, કલાશિક્ષક સંઘ

શહેરમાં ફાઇન આર્ટ્સ ફેક્લ્ટી છે પણ આર્ટ ગેલેરી નથી., 5 વર્ષથી વચનો મળે છે, વોટ મારો અધીકાર છે અને આર્ટ ગેલેરી મારો હક - કલેન્દુ મહેતા, કલાશિક્ષક સંઘ

વિદ્યાંશી શાહ, વિદ્યાર્થિની,
વિદ્યાંશી શાહ, વિદ્યાર્થિની,

આ મારું પહેલું એક્ઝિબિશન છે જે ફૂટપાથ પર યોજાશે તેની કલ્પના નહોતી કરી. સવારથી તાપમાં ઊભા રહી પ્રદર્શન કર્યું છે. - વિદ્યાંશી શાહ, વિદ્યાર્થિની, ધો.8

મનીષ વ્યાસ, ફોટોગ્રાફર
મનીષ વ્યાસ, ફોટોગ્રાફર

લલીતકલા એવોર્ડી કલાકારોએ આજે ફૂટપાથ પર એક્ઝિબિશન કરવું પડ્યું છે, જે શરમજનક છે. ગેલેરી નહીં મળે ત્યાં સુધી વોટ નહીં આપું .- મનીષ વ્યાસ, ફોટોગ્રાફર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો