હત્યાનો પ્રયાસ:વડોદરામાં પ્રેમ સંબંધમાં ઝઘડો થતાં પરિણીતાના સંબંધી પર કટારથી હુમલો કર્યો, હુમલાખોર પિતા-પુત્રની ધરપકડ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પિતા-પુત્રએ મળીને પ્રેમ સબંધ મુદ્દે તકરારમાં પિતા-પુત્રએ પરિણીતાના સબંધીને કટારના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
પિતા-પુત્રએ મળીને પ્રેમ સબંધ મુદ્દે તકરારમાં પિતા-પુત્રએ પરિણીતાના સબંધીને કટારના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો(પ્રતિકાત્મક તસવીર)
  • પ્રેમ સંબંધમાં ખટરાગ થતાં યુવક મહિલાના દિવસથી ફોન કરી પરેશાન કરતો હતો

વડોદરા શહેરના છેવાડે આવેલી પ્રિયંકાનગર ઝુપડપટ્ટીમાં પ્રેમ સબંધ મુદ્દે તકરારમાં પિતા-પુત્રએ પરિણીતાના સબંધીને કટારના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. બાપોદ પોલીસે હુમલાખોર પિતા-પુત્રની ધરપકડ કરીને તેમની વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રેમ સંબંધમાં ઝઘડો થતાં યુવક મહિલાને હેરાન કરતો હતો
વડોદરા શહેરના નેશનલ હાઇવે નં-8 પર આવેલી એલએન્ડટી કંપનીની બાજુમાં પ્રિયંકાનગર ઝૂપડપટ્ટીમાં રહેતા રાજુભાઇ રાજપૂત છૂટક મજૂરી કરી ભાણેજ જયેશભાઇ પટેલના ઘરે રહે છે. જયેશની પત્નીની બહેન મંગીબેન તથા રાકેશ કાંતિલાલ ખારવા(રહે, તાંબેવકીલનો ખાંચો, રંગમહાલ, વાડી, વડોદરા) વચ્ચે પ્રેમ સંબંધ દરમિયાન ખટરાગ સર્જાયો હતો. જેથી રાકેશ જયેશની પત્નીને ત્રણ દિવસથી ફોન કરી પરેશાન કરતો હતો.

પ્રેમ સંબંધમાં ખટરાગ થતાં યુવક મહિલાના દિવસથી ફોન કરી પરેશાન કરતો હતો(પ્રતિકાત્મક તસવીર)
પ્રેમ સંબંધમાં ખટરાગ થતાં યુવક મહિલાના દિવસથી ફોન કરી પરેશાન કરતો હતો(પ્રતિકાત્મક તસવીર)

યુવકને કટારના ઘા માર્યા
દરમિયાન ગુરૂવારે વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં રાજુભાઇ જેસીબી મશીન બોલાવી પાણી ઉલેચવાની કામગીરી કરાવી રહ્યા હતા. તે સમયે રાકેશ તથા તેનો દીકરો જયદીપ ઘસી આવીને જયેશની પત્નીને અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી. આ દરમિયાન રાજુભાઈએ દરમિયાનગીરી કરતાં જયદીપ ખારવાએ કટર વડે રાજુભાઇને પીઠના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

બાપોદ પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર)
બાપોદ પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર)

હુમલાખોર પિતા-પુત્રની ધરપકડ
આ મામલે યુવાને બાપોદ પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે હુમલાખોર પિતા-પુત્રની ધરપકડ કરી હતી અને બંનેની વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને આ મામલે વધુની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...