તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેડાં કરનારા ચેતી જજો...:CMની અસલ સ્પીચમાં ફેરફાર કરી વીડિયો વાઇરલ કરનાર વડોદરાના યુવકની ધરપકડ, મેકડોનાલ્ડવાળી સ્પીચ સાથે ચેડાં કર્યાંની ફરિયાદ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી યુવકની તસવીર. - Divya Bhaskar
આરોપી યુવકની તસવીર.
  • પ્રસિદ્ધિ મેળવવા વીડિયો વાઇરલ કર્યાનો પોલીસનો દાવો

મુખ્યમંત્રીની મેકડોનાલ્ડવાળી અસલ સ્પીચ સાથે ચેડા કરી એને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર યુવકને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે. ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.આર.ખેરે જણાવ્યું હતું કે હાલ સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મેકડોનાલ્ડ કંપનીવાળી એક સ્પીચ વાઇરલ થઈ હતી.

સોશિયલ મીડિયામાં વીડિયો વહેતો કર્યો હતો
ઓરિજિનલ સ્પીચ સાથે ચેડાં કરીને તેને સોશિયલ મીડિયામાં વહેતી કરાઈ હતી. જેથી પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી જ જાણવા મળ્યું હતું કે પ્રદીપ ભોળાનાથ કહાર (ઉં.વ.32, રહે-કહાર મહોલ્લો, દાંડ્યાબજાર)એ તેના સોશિયલ મીડિયા આઈડી ડી.જે. એડી તેમજ ડીજેએડી ઓફિશિયલ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અસલ સ્પીચના કેટલા અંશોનો ઉપયોગ કરી તેમનાં પદ અને પ્રતિષ્ઠાને નુકસાન કરવાના ઈરાદાથી ઈલેક્ટ્રોનિક્સ દસ્તાવેજો બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી હતી.

પ્રસિદ્ધિ મેળવવા કર્યું કૃત્ય
આ અંગે પોલીસે પ્રદિપ કહાર વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી આર ખેરે જણાવ્યું હતું કે આરોપી પ્રદિપ ડી.જેનો વ્યવસાય કરે છે. જ્યારે તેને પ્રસિદ્ધ મેળવવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે.

અન્ય નેતાની મજાક ઉડાવતા વીડિયો પોસ્ટ કર્યા
આરોપી પ્રદીપના સોશીયલ મીડિયા અકાઉન્ટમાં તેને મુખ્યમંત્રીના મેકડોનાલ્ડ વાળી સ્પીચમાં છેડછાડ કરીને તેની સાથે ગીતો પણ એટેચ કરી દઈ વીડિયો બનાવી પોસ્ટ કર્યા છે. આ ઉપરાંત દેશના ગુજરાતી નેતાના પણ મઝાક ઉડાવતા વીડિયો પોસ્ટ કરાયેલા છે.