કાર્યવાહી:ચરસ-ગાંજાના કેસમાં રાજસ્થાનના સપ્લાયર રમેશ ગામેતીની ધરપકડ

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
રમેશ ગામેતી - Divya Bhaskar
રમેશ ગામેતી
  • અબ્દુલ્લા પટેલ-ઝરીના પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર
  • પટેલ દપંતી રમેશ ગામેતી પાસેથી ગાંજાનો જથ્થો લાવ્યું હતું

દોઢ માસ પહેલાં શહેરમાં ઓપી રોડ પર આવિષ્કાર કોમ્પ્લેક્સ પાસેથી પોલીસે બાતમીના આધારે ચરસ અને ગાંજાનું વેચાણ કરી રહેલાં બે સગાં ભાઇ-બહેન સહિત 2 યુવક અને 2 યુવતીને ઝડપી પાડવાના બનાવમાં પોલીસે યુવક-યુવતીનાં ફરાર માતા-પિતા અને ચરસ-ગાંજાનો વેપલો કરનારા અબ્દુલ્લા પટેલ અને ઝરીના પટેલને પણ ઝડપી લીધાં હતાં. પોલીસે બંનેના 3 દિવસના રિમાન્ડ મેળવી તપાસ કરીને ગાંજો સપ્લાય કરનારા રાજસ્થાનના રમેશ ગામેતીને ઝડપી લીધો હતો

રમાં ઓપી રોડ પરના આવિષ્કાર કોમ્પ્લેક્સના સેમી બેઝમેન્ટ પાર્કિંગમાં દરોડો પાડી પોલીસે 2 યુવક અને 2 યુવતીને ઝડપી લીધાં હતાં. પોલીસે શાકીબ મુનશી અને મુહસીના મુનશીની અટકાયત કરી તપાસ કરતાં ચરસ-ગાંજાનો જથ્થો તે અને તેના સાવકા પિતા અબ્દુલ્લા પટેલની સાથે જઇને ચકલાસીના દિલીપ કાકા નામના શખ્સ પાસેથી ખરીદી લાવે છે. તેમ જણાવતાં પોલીસે મુહસીનાના તાંદલજાના શકીલા પાર્ક સોસાયટીના મકાનમાં રેડ કરી હતી મકાનમાંથી પોલીસને ગાંજા અને ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેમની સાથે મીત ઠક્કર અને નુપુર સહગલને પણ ઝડપી પાડ્યાં હતાં.

પોલીસે કુલ 562.18 ગ્રામ ગાંજો (કિંમત 5621 રૂપિયા), 10.25 ગ્રામ (કિંમત 1025) ચરસ, 3 વાહનો, 4 મોબાઇલ ફોન, રોકડા 3600 મળીને રૂા.1.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ મામલામાં આણંદના સપ્લાયર દિલીપ કાકાને ઝડપી લીધો હતો.દરમિયાન દોઢ માસથી ફરાર રહેલાં અબ્દુલ્લા ઇબ્રાહીમ પટેલ અને ઝરીના અબ્દુલ્લા પટેલ (બંને રહે. શકીલા પાર્ક, તાંદલજા) તેના ઘેર આવવાનાં છે, તેવી બાતમી એસઓજી પોલીસને મળતાં વોચ ગોઠવીને બંનેને ઝડપી લીધાં હતાં.

પોલીસે બંનેની અટકાયત કરી 3 દિવસના રિમાન્ડ મેળવી તપાસ કર્યા બાદ બંને ગાંજાનો જથ્થો રાજસ્થાનનાખેરવાડા ગામના રમેશ લકશીભાઇ ગામેતી પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી હતી અને રમેશ ગામેતીને પણ ઝડપી લીધો હતો. પોલીસે રમેશ ની પણ ઉલટ તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...