તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લવજેહાદ:પાટીદાર યુવતીના નિકાહ કરાવી ધર્મ પરિવર્તન કરાવનાર કાજીની ધરપકડ

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પતિ સહિત 3ની ધરપકડ કરાઇ હતી

લવજેહાદના કિસ્સામાં ફતેગંજ પોલીસે જબરજસ્તી ધર્માંતરણ, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, છેડતી અને ત્રાસ સહિતના ગુના હેઠળ ફતેગંજ પોલીસ મથકની સામે સંતોકનગરના મોહિબ પઠાણ, મોહસીન અને પિતા ઈમ્તિયાઝની ધરપકડ કરી હતી. પોલીસે નિકાહ કરાવી ધર્મ પરિવર્તન કરાવનાર કાજીની અટક કરી છે.

જુના છાણી રોડની હિન્દૂ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ફતેગંજ પોલીસ મથકની સામે સંતોકનગરમાં રહેતા મોહિબ પઠાણે 2020માં રજિસ્ટર્ડ મેરેજ કર્યા બાદ તેનું જબરજસ્તી ધર્માંતરણ કરી ઇસ્લામ ધર્મ પાળવા મજબૂર કરી હતી. પીડિતાએ ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ આપતાં મોહિબ પઠાણ, તેના ભાઈ મોહસીન અને પિતા ઈમ્તિયાઝની અટકાયત કરી હતી.

પોલીસે નિકાહ કરાવી ધર્માંતરણ કરાવનાર નવાયાર્ડ ચીસ્તીયા મસ્જિદના ઇમામ અબ્દુલ મુસ્તુફા મોહમ્મદ હદીશ પઠાણની અટકાયત કરી છે. તે મૂળ ઉત્તરપ્રદેશના બલરામપુર જિલ્લાના રામપુર અરનાના અને કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન ખાતે રહે છે. તેમણે કલેકટરને જાણ કર્યા વિના ધર્મપરિવર્તન કરાવ્યું હતું. જે અંગે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ અને સુધારા અધિનિયમ હેઠળ તેમની અટકાયત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...