ક્રાઈમ:ડભોઈમાં મકાન પર ગેરકાયદે કબજો જમાવનારની ધરપકડ

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાણોદ, ડભોઈ અને વાઘોડિયામાં 7 સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો
  • ખેતીની જમીન, ખેતરમાં મકાન પચાવતાં ફરિયાદો નોંધાઇ

જિલ્લામાં લેન્ડગ્રેબીંગની ત્રણ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ચાણોદ, ડભોઈ અને વાઘોડિયામાં ગુનો દાખલ કરાયો હતો. પોલીસે બનાવના સંબંધમાં તપાસ હાથ ધરી છે. જિલ્લા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પ્રદીપભાઈ શાંતિલાલ પટેલે (રે.કરજણ) વિકાસભાઈ વિનુભાઈ પટેલ અને જશભાઈ ત્રિભોવનભાઈ પટેલ (બંને રે.સાદરણા, તા.કરજણ) સામે લેન્ડગ્રેબીંગની ફરિયાદ નોંધાવી છે. વિકાસ પટેલ અને જશભાઇ પટેલે સાદરણાની સીમમાં આવેલ જૂનો સર્વે નં-309 નવો 390 વાળી જમીન પૈકી પ્રદિપ પટેલના દાદી હીરાબેન રણછોડભાઈ પટેલના ભાગે આવેલી 4 એકર 21 ગુંઠા જમીનના વારસદાર તરીકે પ્રદિપ પટેલ જાણતા હોવા છતાં જમીન પચાવવાના ઇરાદે કબજો જમાવ્યો હોવાની ફરિયાદ થઇ છે.

ડભોઈના તાલુકાના પૃથ્વીરાજ જયોતીન્દ્રસિંહજી પુવારે (રે.ફુલવાડી તા.ડભોઈ ) કર્મજીતસિંહ ઉર્ફે કરણજીતસિંહ રણા (રે.વાસણા જકાતનાકા, વડોદરા), સુભાષ મદનભાઈ જૈન (રે.વિશાલ નગર, તરસાલી, વડોદરા) અને મીનાબેન તિવારી (રે.ફુલવાડી, તા.ડભોઈ) સામે ફરિયાદ નોંધાવી છે. પૃથ્વીરાજના પિતાએ ફુલવાડી ગામની સીમમાં મૂળ માલિક પ્રવીણા કુંવરબા રાણા પાસેથી રૂ.23 લાખમાં રાખી હતી. જેમાં આરોપીઓનો હક્ક ના હોવા છતાં પુવારની જમીનમાં આવેલા મકાનના પહેલે માળે કબજો કર્યો હતો. રજૂઆત છતાં મકાન ખાલી કર્યું ન હતું. જ્યાં સુભાષ જૈનની ધરપકડ કરાઈ છે.

જ્યારે લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ નોંધવામાં આવેલા ત્રીજા ગુના અનુસાર વાઘોડિયાના ખંધા બારીયાના રહીશ ભગવતી દેસાઈભાઈ પટેલે સુરેશ પટેલ અને હસમુખ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. ભગવતી પટેલની વાઘોડિયા તાલુકાના ઉમરવા ગામે વડલોપાર્જીત સંયુકત માલિકીની જમીન આવેલી છે. જેમાં આરોપીઓનો કોઈ હિસ્સો ના હોવા છતાં જમીન પર ગેરકાયદે કબજો કરી લીધો હતો. આ અંગે લેન્ડગ્રેબીંગની ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...