ધરપકડ:વ્યાજખોરોના ત્રાસથી આપઘાતના કેસમાં પૂર્વ ભાગીદારની ધરપકડ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પુત્રે પિતાની અંતિમ ચિઠ્ઠીને આધારે 5 સામે ફરિયાદ કરી
  • વધુ 4 વ્યાજખોરોને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં

વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ ઝેરી દવા પીને આપઘાત કરતાં પોલીસે મૃતકના પૂર્વ ભાગીદાર વિલાસ ઘાડઘેની ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. આ ઘટનામાં હજુ ચાર આરોપીઓની ધરપકડ બાકી છે. વિલાસ ઘાડઘે અને મૃતક વેપારીએ જણીયાદરામાં જમીનમાં પ્લોટ પાડીને વેચવાનો બિઝનેશ શરૂ કર્યો હતો. તેના હિસાબમાં વિલાસે ગોટાળા કરતા ભરૂચના વાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી.

ભાગીદારીના ધંધામાં રૂા.65 લાખનું દેવું થઈ જતા વેપારીએ વ્યાજે રૂપીયા લીધા હતાં. રૂપીયાની ચુકવણી કરી હોવા છતા વ્યાજખોરોએ વ્યાજનું વ્યાજ ગણીને ટોર્ચર કરતા વેપારીએ આપઘાત કર્યો હતો. આજવા રોડ ગાયકવાડ કંપાઉન્ડમાં રહેતા શક્તિરાજસિંહ યોગેન્દ્રસિંહ રાણા (38)ના પિતાજી યોગેન્દ્રસિંહ ભદ્રસિંહ રાણાએ ત્રણ પેજની સુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હતો.

શક્તિરાજસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પિતાજીએ બીરેન પટેલ (રહે-વાડી) એ અપાવેલા રૂપીયાનું વ્યાજ ચુકવવા તેમજ અન્ય લોકો પાસેથી લીધેલા રૂપીયાનું વ્યાજ ચુકવવા ભરૂચના કડોદરાની 45 લાખમાં લીધેલી દોઢ એકર જમીન તેઓએ માત્ર રૂા.18 લાખમાં તેમનું નામ કમી કરાવી પાર્ટનરને આપી છે. જણીયાદરાની સાડા ચાર એકર જમીન રૂ.16 લાખ લઈને ગીરવે મુકી હતી. તે આવેલા રૂપીયામાંથી બીરલ ઉર્ફે બીરેન પટેલ અને જણીયાદરાની જમીન મોર્ગેજ કરેલી છે, તે વસંત ગોહિલ રૂા.4 લાખ મારા પિતાજી પાસેથી લઈ ગયા છે.

છતા બીરલ ઉર્ફે બીરેન પટેલ મારા પિતાજીને ટોર્ચર કરી વ્યાજના વ્યાજની ઉઘરાણી કરતા હતાં. ફરિયાદી પુત્રને જાણ થઈ કે, ચકાભાઈ ઉર્ફે ઈન્દ્રવદન જગદિશચંદ્ર સુખડીયા (રહે-તબાકવાડા, હાથીખાના)એ પિતાજીને આપેલા રૂપીયા પેટે ટોર્ચર કરીને ગાયકવાડ કંપાઉન્ડનું મકાનનું વિના કબજાનું રજીસ્ટર બાનાખત કરાવ્યું છે.

પુત્રએ વિલાસ ઘાડગે, શંકરભાઇ ઉર્ફે સંજયભાઈ ઉર્ફે લલ્લુભાઈ, બીરલ ઉર્ફે બીરેન પટેલ, ઈન્દ્રવદન ઉર્ફે ચકાભાઈ સુખડીયા અને ખ્યાતીબેન પંડ્યા સામે પાણીગેટ પોલીસમાં ફરિયાદ કરતાં 5 વિરૂધ્ધ ગુજરાત નાણાની ધીરધારી કરનારા બાબત અધિનિયમની કલમ લગાવી ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...